યુનિફોર્મ સિવિલ કોડને લઈ “આપ”માં ધમાચકડી, રાજપીપળાના આદિવાસી નેતા પ્રફુલ વસાવાનું AAPમાંથી રાજીનામું

HomeCountryGujarat

યુનિફોર્મ સિવિલ કોડને લઈ “આપ”માં ધમાચકડી, રાજપીપળાના આદિવાસી નેતા પ્રફુલ વસાવાનું AAPમાંથી રાજીનામું

યુનિફોર્મ સિવિલ કોડને લઈ આમ આદમી પાર્ટીમાં કમઠાણ સર્જાયું છે. રાજપીપળાના આદિવાસી નેતા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં AAPમાંથી નાંદોદ બેઠક પર ઉમેદવારી કર

સુરતમાં સામૂહિક આત્મહત્યા,માસુમ બાળકો સહિત 6 જણાને ઝેર પાઈ મનીષ સોલંકીએ કર્યો આપઘાત
ભારતીય મૂળના શીખ પિતા-પુત્રની કેનેડામાં ધોળે દિવસે ગોળી મારીને કરાઈ હત્યા
ગુજરાત સરકારને ઝટકો: બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો, દોષિતોની મુક્તિનો આદેશ રદ્દ

યુનિફોર્મ સિવિલ કોડને લઈ આમ આદમી પાર્ટીમાં કમઠાણ સર્જાયું છે. રાજપીપળાના આદિવાસી નેતા અને ગત વિધાનસભાની ચૂંટણીમાં AAPમાંથી નાંદોદ બેઠક પર ઉમેદવારી કરનારા પ્રફૂલ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. AAPએ યુસીસીને સૈદ્વાંતિક સમર્થન આપવાની જાહેરાત કરી છે.

AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સંબોધિત પોતાના રાજીનામાના પત્રમાં પ્રફુલ વસાવાએ UCCને બંધારણ પર હુમલો ગણાવ્યો છે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં નર્મદા જિલ્લાની નાંદોદ (ST) બેઠક હારી ગયેલા વસાવાએ પત્રમાં જણાવ્યું હતું કે AAP આદિવાસીઓના અધિકારોની સુરક્ષા વિશે વાત કરી શકતી નથી અને તે જ સમયે UCCને સમર્થન વ્યક્ત કરે છે. આ કાયદો આદવાસીઓને અપાયેલા વિશેષાધિકારો છિનવી લેવાનું કામ કરે છે.

પ્રફૂલ વસાવાએ કેન્દ્ર પર મણિપુરમાં આદિવાસીઓની હત્યા કરવાનો આરોપ મૂક્યો અને AAPને કટ્ટરવાદ અને નફરતની રાજનીતિનો વિરોધ કરવા અપીલ પણ કરી હતી.

તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, “યુસીસી આદિવાસીઓ, અનુસૂચિત જાતિઓ, ઓબીસી, લઘુમતીઓ અને અન્ય સમુદાયોના બંધારણીય અધિકારો, જીવનશૈલી અને સામાજિક માળખાને જોખમમાં મૂકશે.” પત્રમાં તેમણે કહ્યું કે તેઓ AAPના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરની જાહેર સભામાં સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત વિશે વાત કર્યા પછી, AAP એ UCCને “સૈદ્ધાંતિક સમર્થન” આપ્યું હતું, પક્ષના નેતા સંદીપ પાઠકે કહ્યું હતું કે આ સર્વસંમતિ દ્વારા રજૂ કરવામાં આવશે.

AAPનું સૈદ્ધાંતિક રીતે UCC ને સમર્થન

સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે તાજેતરમાં જણાવ્યું હતું કે બંધારણની કલમ 44 પણ યુસીસીનું સમર્થન કરે છે.

UCC પર ભાર મૂકતા, PM મોદીએ કહ્યું હતું હતું કે એક જ ઘરમાં બે કાયદા ચાલી શકશે નહીં. સમાન નાગરિક સંહિતા બીલ સંસદનાં ચોમાસું સત્ર દરમિયાન સંસદમાં મૂકાવાની શક્યતા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0