જ્યસભા ચૂંટણી ર૦ર૩ માટે વિદેશમંત્રી એસ. જયશંકરે વિધાનસભામાં રાજ્યસભાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ તથા પ્રદ
જ્યસભા ચૂંટણી ર૦ર૩ માટે વિદેશમંત્રી એસ. જયશંકરે વિધાનસભામાં રાજ્યસભાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ હાજર રહ્યા હતાં.
ગુજરાતમાં ર૪ જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે સોમવારે એક બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશમંત્રી એસ. જયશંકર ગુજરાત વિધાનસભામાં ઉમેદવારી પત્ર ભર્યું છે. તેમણે વિજયમુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. તે સમયે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીમંડળના સભ્યો તેમજ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતાં.
રાજ્યસભાની ૧૦ બેઠકો માટે આગામી ર૪ જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે ૧૩ જુલાઈએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ર૪ જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા પછી સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં રાજ્યસભાની ૩ બેઠક માટે ચૂંટણી યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની ૧૧ બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે ૮ બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે ૩ બેઠકો છે.
COMMENTS