બ્યૂટી કોન્ટેસ્ટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટ્રાન્સજેન્ડર મહિલાને મિસ નેધરલેન્ડનો તાજ પહેરાવવામાં આવ્યો છે અને હવે મિસ યુનિવર્સ તાજ માટે સ્પર્ધા કરશે.
બ્યૂટી કોન્ટેસ્ટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટ્રાન્સજેન્ડર મહિલાને મિસ નેધરલેન્ડનો તાજ પહેરાવવામાં આવ્યો છે અને હવે મિસ યુનિવર્સ તાજ માટે સ્પર્ધા કરશે. 22 વર્ષની રિક્કી વેલેરી કોલે મિસ યુનિવર્સનાં તાજ માટે સ્પર્ધા કરનારી બીજી ટ્રાન્સ વુમન હશે.
22 વર્ષીય રિક્કી વેલેરી કોલેએ રવિવારે ડચ દેશમાં સ્પર્ધા જીતીને ઈતિહાસ રચ્યો હતો. નવી મિસ નેધરલેન્ડ્સે તેના પુરોગામી ઉના મૂડી અને યુએસએની વર્તમાન મિસ યુનિવર્સ આર’બોની ગેબ્રિયલ પાસેથી તાજ ઝૂંટવી લીધો છે. સ્ટેજ પર રિક્કીએ આકર્ષક અને ભપકાદાર રેડ કલરનું ગાઉન પહેર્યું હતું. વિજેતા જાહેર થયા બાદ તે ભાવાનાત્મક થઈ ગઈ હતી.
સ્ટેજ પર રિક્કી ફૂલોનાં ગુલદસ્તા સાથે વિજયી મુદ્દામાં જોવા મળી, જ્યારે બાકીના સ્પર્ધકોએ તાળીના ગડગડાટથી તેને વધાવી લીધી હતી.પાછળથી રિક્કીએ ટ્વિટર પર લખ્યું હતું કે “I DID IT!”

મિસ યુનિવર્સ 2023 ડિસેમ્બરમાં અલ સાલ્વાડોરમાં યોજાશે, જોકે ચોક્કસ તારીખનું કન્ફર્મેશન થવાનું બાકી છે. આ સ્પર્ધામાં 24 દેશોના સ્પર્ધકો ટાઇટલનો દાવો કરવા માટે મેદાનમાં ઉતરશે.
22 વર્ષની રિક્કી વેલેરી કોલે મિસ નેધરલેન્ડનો ખિતાબ જીતનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા બની છે.
આ સ્ટાર મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેનારી બીજી ટ્રાન્સજેન્ડર મહિલા હશે. 2018 માં સ્પેનની એન્જેલા પોન્સ પ્રતિષ્ઠિત મિસ યુનિવર્સ ટાઇટલ માટે સ્પર્ધા કરનાર પ્રથમ ટ્રાન્સ મહિલા બની હતી.
ટ્રાન્સજેન્ડર કન્ટેસ્ટન્ટ 2012 થી તાજ માટે સ્પર્ધા કરવા લાયકાત ધરાવે છે.
ઑક્ટોબર 2022માં મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશનના સંચાલિકા થાઈ બિઝનેસવુમન અને વકીલ એન જાકરજુટાટિપ પણ પોતાની જાતને ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખાવે છે.
પેજન્ટ સિસ્ટમ્સ અગાઉ યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હતી.
કોન્ટેસ્ટની માલિક જાકરજૂટાટિપે મહિલા સશક્તિકરણ અને આગામી પેઢી માટે બ્રાન્ડ વિકસાવવા સ્પર્ધાના વારસાને ચાલુ રાખવાનું વચન આપ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં જાહેરમાં પોતાના ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખવાનારી ડેનિએલા એરોયો ગોન્ઝાલેઝને પ્યુઅર્ટો રિકોની હરીફાઈમાં ભાગ લેવા માટે પસંદ કરવામાં આવી હતી.


COMMENTS