મોદી કેબિનેટે વિશ્વકર્મા યોજનાને આપી મંજૂરી, 100 શહેરોમાં દોડશે 10 હજાર ઈલેક્ટ્રિક બસ

HomeCountry

મોદી કેબિનેટે વિશ્વકર્મા યોજનાને આપી મંજૂરી, 100 શહેરોમાં દોડશે 10 હજાર ઈલેક્ટ્રિક બસ

આજે, બુધવાર, 16 ઓગસ્ટના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બે

જુની પેન્શન યોજના સામે આરબીઆઈની રાજ્યોને લાલબત્તીઃ વધશે સાડા ચારગણો બોજો
“આરોપી કેવી રીતે માફી માટે લાયક બન્યા”: બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો સવાલ, આગામી સુનાવણી 20 સપ્ટેમ્બરે
રાજપૂત કરણી સેનાની બેઠકમાં ફાયરિંગ, પ્રદેશ પ્રમુખને કરોડરજ્જુમાં ગોળી વાગી, હુમલાનું કારણ સામે આવ્યું

આજે, બુધવાર, 16 ઓગસ્ટના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠક બાદ તરત જ લેવામાં આવેલા નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ ઈ-બસ સેવાને મંજૂરી આપવામાં આવી છે. અનુરાગ ઠાકુરે કહ્યું- આ સેવા પર કુલ 57,613 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. દેશભરમાં 100 સ્થળોએ લગભગ 10,000 નવી ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે. બીજી તરફ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સ્વતંત્રતા દિવસે કારીગરો માટે જે વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. તેના માટે પણ કેબિનેટે 13,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

વિશ્વકર્મા સ્કીમને પણ મંજૂરી મળી

કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજનાથી કારીગરોને 5 ટકાના દરે 1 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ થશે. વિશ્વકર્મા યોજનાથી 30 લાખ કારીગર પરિવારોને સીધો ફાયદો થશે. આ સિવાય કેબિનેટે 14,903 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમને વધારવાની મંજૂરી આપી છે.

55 હજારથી વધુ લોકોને રોજગાર મળી શકશે

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સરકારના આ નિર્ણય હેઠળ દેશના અલગ-અલગ ભાગોમાં ઈ-બસો ચલાવવામાં આવશે. આ ઈ-બસ પર્યાવરણને અનુકૂળ હશે. આ માટે દેશના 100 શહેરોની પસંદગી કરવામાં આવી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે ચેલેન્જ મેથડ દ્વારા શહેરોની પસંદગી કરવામાં આવશે. આ યોજના PPP મોડ હેઠળ 2037 સુધી ચાલશે. સાથે જ તેને કેન્દ્ર સરકાર તરફથી દસ વર્ષ સુધી સહાય મળશે.

ત્રણ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોને પ્રાથમિકતા મળી શકે છે. આ યોજના થકી સરકાર બેરોજગારી પર પણ પ્રહાર કરશે, આ યોજના થકી 55 હજારથી વધુને સીધી રોજગારી મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0