આઘાત:બોલિવૂડના જાણીતા ગીતકાર દેવ કોહલીનું 81 વર્ષની વયે નિધન, અનેક ફિલ્મોમાં લખ્યા હતા સુપરહિટ ગીતો

HomeEntertainment

આઘાત:બોલિવૂડના જાણીતા ગીતકાર દેવ કોહલીનું 81 વર્ષની વયે નિધન, અનેક ફિલ્મોમાં લખ્યા હતા સુપરહિટ ગીતો

બોલિવૂડના જાણીતા ગીતકાર દેવ કોહલીનું આજે સવારે નિધન થયું છે. તેઓ ૮૧ વર્ષના હતાં. દેવ કોહલીને તાજેતરમાં અંધેરીની એક હોસ્પિટલમાં વય સંબંધિત બીમારીઓને ક

“ભાજપ નેતા કિરીટ સોમૈયાનો પોર્ન વીડિયો રિઅલ છે”: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં નવો વળાંક!
આદિત્ય-L1ની ત્રીજી પૃથ્વી ભ્રમણકક્ષાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ: ISRO
2014 અને 2019માં ગઠબંધન માટે ભાજપવાળા મારી પાસે આવ્યા હતા: શરદ પવાર

બોલિવૂડના જાણીતા ગીતકાર દેવ કોહલીનું આજે સવારે નિધન થયું છે. તેઓ ૮૧ વર્ષના હતાં. દેવ કોહલીને તાજેતરમાં અંધેરીની એક હોસ્પિટલમાં વય સંબંધિત બીમારીઓને કારણે બે-ત્રણ મહિના માટે દાખલ કરવામાં પણ આવ્યા હતા. તમામ સારવાર કરાવ્યા બાદ પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. લવભગ ૧૦ દિવસ પહેલા તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા હતાં. આ પીઢ ગીતકારનું આજે સવારે ૪ વાગ્યે નિંદ્રામાં અવસાન થયું હતું. દેવ કોહલીના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

દેવ કોહલીએ લાલ પથ્થર, મૈંને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન, બાઝીગર, જુડવા ર, મુસાફિર, ઈશ્ક, શૂટઆઉટ એટ લોખંડવાલા, ટેકસી નંબર ૯૧૧, જેવી ૧૦૦ થી વધુ ફિલ્મો માટે સેંકડો સુપરહિટ ગીતો લખ્યા હતાં. દેવ કોહલીએ સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ મૈને પ્યાર કિયા માટે કબૂતર જા જા, આજા શામ હોને આઈ, આતે જાતે હસ્તે ગાતે, કહે તોસે સજના જેવા સુપરહિટ ગીતો લખ્યા હતાં.

આ સિવાય ગીતા ગાગા હૂં મૈ (લાલ પથ્થર), માઈ ના માઈ મુંડેર પર તેરી બોલ રહા હૈ કાગા (હમ આપકે હૈ કૌન) કાલી કાલી આંખે (બાઝીગર) ચલતી હૈ કયા નૌ સે બારહ (જુડવા ર) ઓ સાકી સાકી (મુસાફિર) જેવા ગીતો પણ દેવ કોહલી દ્વારા લખવામાં આવ્યા હતાં. દેવ કોહલીએ પોતાની કારકિર્દીમાં રામ લક્ષ્મણથી લઈને અન્નુ મલિક, આનંદ મિલિંદ, આનંદ રાજ આનંદ સુધીના ઘણા મોટા સંગીતકારો સાથે કામ કર્યું હતું.

દેવ કોહલીના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને બપોરે બે વાગ્યાથી મુંબઈમાં તેમના લોખંડવાલા સ્થિત ઘરે રાખવામાં આવશે. આ ઉપરાંત તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કવિ અને ગીતકાર દેવ કોહલીનું તેમના ઘરે નિધન થયું છે. હાલ મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0