મદુરાઈમાં ધ બર્નીંગ ટ્રેનઃ પ્રાઈવેટ ડબ્બો સળગતા 10 લોકો ભડથુંઃ 25 થી વધુ દાઝ્યાઃ અફરાતફરી

HomeCountry

મદુરાઈમાં ધ બર્નીંગ ટ્રેનઃ પ્રાઈવેટ ડબ્બો સળગતા 10 લોકો ભડથુંઃ 25 થી વધુ દાઝ્યાઃ અફરાતફરી

મદુરાઈમાં એક ટ્રેનનો ડબ્બો ગેસ સિલિન્ડર ફાટવાથી સળગ્યો હતો, જેમાં ૧૦ ના મૃત્યુ થયા છે, જ્યારે રપ થી વધુ દાઝી ગયા છે. કુલ યુપીના ૬૩ શ્રદ્ધાળુ મુસાફરી

ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન, બે નવા રૂટ પર દોડશે!
અમદાવાદ: પીરાણા પીરનું નામ બદલી દરગાહ પર સંતના નામનું હોર્ડિગ્સ લગાવ્યું, મુસ્લિમ સમુદાયનો વિરોધ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને ચંદન સિતાર, પ્રથમ મહિલાને પોચમપલ્લી સાડી, PM મોદીએ ફ્રાન્સમાં આપી અનેક સ્પેશિયલ ગિફટ

મદુરાઈમાં એક ટ્રેનનો ડબ્બો ગેસ સિલિન્ડર ફાટવાથી સળગ્યો હતો, જેમાં ૧૦ ના મૃત્યુ થયા છે, જ્યારે રપ થી વધુ દાઝી ગયા છે. કુલ યુપીના ૬૩ શ્રદ્ધાળુ મુસાફરી કરી રહ્યા હતાં, તેમ જાણવા મળે છે.

તામિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ઊભેલી ટ્રેનના ડબ્બામાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ આગમાં દાઝી જવાથી ૧૦ લોકો જીવતા ભૂંજાયા છે. આ સાથે આ અકસ્માતમાં રપ થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ટ્રેન લખનૌથી રામેશ્વરમ્ જઈ રહી હતી. આ દરમિયાન પ્રવાસી કોચમાં આગ લાગી હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આગની ઘટના સવારે પ-૧પ વાગ્યે બની હતી.  આ આગ લાગવાની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે, કોચમાં ભીષણ આગ લાગી છે અને આસપાસ કેટલાક લોકો બૂમો પણ પાડી રહ્યા છે. આ દરમિયાન નજીકના રેલવે ટ્રેક પરથી એક ટ્રેન પણ પસાર થઈ રહી છે. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત પછી આગને કાબૂમાં લીધી હતી. આ દરમિયાન ટ્રેનનો ડબ્બો ખરાબ રીતે બળીને ખાખ થયેલો જોવા મળે છે.

રેલવેના જણાવ્યા અનુસાર સ્ટેશન ઓફિસર દ્વારા આજરોજ સવારે પ-૧પ વાગ્યે ટ્રેનના ડબ્બામાં આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ફાયર સર્વિસને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટેન્ડર પ-૪પ વાગ્યે અહીં પહોંચ્યા હતાં. ૭-૧પ વાગ્યે આગ બુઝાવી દેવામાં આવી હતી. અન્ય કોચને કોઈ નુક્સાન નથી. આ એક પ્રાઈવેટ પાર્ટી કોચ છે જે ગઈકાલે ખાગરકોઈલ જંકશનમાં જોડવામાં આવ્યો હતો. પાર્ટીના કોચને અલગ કરીને મદુરાઈ સ્ટેબલિંગ લાઈન પર રાખવામાં આવ્યા છે. ખાનગી પાર્ટીના કોચમાં મુસાફરો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈ જતા હતાં અને તેના કારણે આગ લાગી હતી. આગની જાણ થતાં ઘણાં મુસાફરો કોચમાંથી બહાર નીકળી ગયા હતાં. કેટલાક મુસાફરો પ્લેટફોર્મ પર જ નીચે ઉતરી ગયા હતાં. એવું કહેવાય છે કે આ યાત્રિકો યુ.પી.ના હતાં. કુલ ૬૩ શ્રદ્ધાળુ મુસાફરી કરી રહ્યા હતાં.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0