ચંદ્ર પર ‘શિવશક્તિ’ અને ‘તિરંગા’ પોઈન્ટઃ 23 ઓગસ્ટે ઉજવાશે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસઃ PM મોદી

HomeUncategorized

ચંદ્ર પર ‘શિવશક્તિ’ અને ‘તિરંગા’ પોઈન્ટઃ 23 ઓગસ્ટે ઉજવાશે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસઃ PM મોદી

વિદેશયાત્રા પૂરી કરીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા બેંગ્લુરૃ પહોંચ્યા હતાં. ત્યાં વિશાળ જનમેદનીનું સ્વાગત ઝીલીને તેઓએ ઈસરોના કમાન્ડ સેન્ટરની મુલ

ગુજરાત સરકારની જાહેરાતઃ ચૂંટણીમાં OBC માટે 27 ટકા અનામત, જાણો સંપૂર્ણ વિગતો
ટિ્‌વટરને મોટો ઝટકો, કેન્દ્ર વિરુદ્ધની અરજી ફગાવી 50 લાખનો દંડ ફટકાર્યો
લાખો લોકોનું પલાયન: હમાસનો ખાત્મો કરવા હથિયારો-ટેન્કો સાથે ગાઝામાં ઘૂસી ઈઝરાયેલની સેના

વિદેશયાત્રા પૂરી કરીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા બેંગ્લુરૃ પહોંચ્યા હતાં. ત્યાં વિશાળ જનમેદનીનું સ્વાગત ઝીલીને તેઓએ ઈસરોના કમાન્ડ સેન્ટરની મુલાકાત લઈ ભાવુક થઈને વૈજ્ઞાનિકોને બીરદાવ્યા હતાં અને ચંદ્રયાન-ર અને ચંદ્રયાન-૩ ને સાંકળી ત્રણ મહત્ત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી.

વિદેશયાત્રાથી પરત ફરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે સવારે ૭-૩૦ વાગ્યે સીધા બેંગ્લુરૃમાં ઈસરોના કમાન્ડ સેન્ટર પહોંચ્યા હતાં જ્યાં તેઓ ચંદ્રયાન-૩ ટીમના વૈજ્ઞાનિકોને મળ્યા હતાં. આ દરમિયાન તેમણે ટીમના તમામ વૈજ્ઞાનિકો સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો. ઈસરોના વડા એસ. સોમનાથે ઈસરો કમાન્ડ સેન્ટરમાં પીએમ મોદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. પીએમએ સોમનાથને ભેટીને તેમની પીઠ થપથપાવી હતી. સફળ ચંદ્રયાન-૩ મિશન માટે તેમને અભિનંદન પાઠવ્યા હતાં.

આ પ્રસંગે PM મોદીએ કહ્યું, ‘હું દક્ષિણ આફ્રિકામાં હતો. પછી ગ્રીસમાં કાર્યક્રમમાં ગયો હતો, પણ મારૃ મન તમારી સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું હતું. ક્યારેક એવું લાગે છે કે, હું તમારા લોકો સાથે અન્યાય કરૃ છું. મારી અધીરાઈ અને તમારી મુશ્કેલી, હું તમને નમન કરવા માગતો હતો (ભાવુક થઈને ગળગળા સ્વરે) હું તમને શક્ય એટલી વહેલી તકે જોવા માગતો હતો. હું તમને સલામ કરવા માગતો હતો, તમારી મહેનતને સલામ… તમારી ધીરજને સલામ… તમારા જુસ્સાને સલામ… તમારી જીવનશક્તિને સલામ. તમારી ભાવનાને સલામ…’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ત્રણ મહત્ત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી, તે મુજબ ચંદ્રયાન-૩ જે સ્થાને ઉતર્યું એ સ્થાન હવે શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે. ર૩ ઓગસ્ટનો દિવસ હવે રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાશે અને ચંદ્રયાન-ર ના ચંદ્ર પર જે સ્થાને પદચિન્હ પડ્યા હતાં એ સ્થળ તિરંગા તરીકે ઓળખાશે.

વૈજ્ઞાનિકોને સંબોધતા મોદીએ કહ્યું કે, તમે દેશને જે ઊંચાઈ પર લઈ ગયા છો એ કોઈ સામાન્ય સફળતા નથી. અનંત અવકાશમાં ભારતના વૈજ્ઞાનિક પરાક્રમનો શંખનાદ્ છે. તમે દેશને જે ઊંચાઈ પર લઈ ગયા છો… આ કોઈ સામાન્ય સફળતા નથી. આ અનંત અવકાશમાં ભારતની સંભવિતતાનો શંખનાદ્ છે. ભારત ચંદ્ર પર છે, આપણું રાષ્ટ્રીય ગૌરવ ચંદ્ર પર છે. આપણે ત્યાં ગયા, જ્યાં કોઈ ગયું ન હતું. આપણે એ કર્યું જે અગાઉ કોઈએ કર્યું નથી. આ છે આજનું ભારત, નિર્ભય ભારત, લડતું ભાર. આ એ ભારત છે, જે નવું વિચારે છે અને નવી રીતે વિચારે છે. જે ડાર્ક ઝોનમાં જઈને પણ દુનિયામાં પ્રકાશનું કિરણ ફેલાવે છે. ર૧ મી સદીમાં આ ભારત વિશ્વની સૌથી મોટી સમસ્યાઓનું સમાધાન કરશે. ર૩ મી ઓગસ્ટનો એ દિવસ દરેક સેકન્ડ મારી આંખોની સામે ફરી રહ્યો છે, જ્યારે લેન્ડીંગની પુષ્ટિ થઈ હતી. દેશમાં જે રીતે લોકો કૂદી પડ્યા એ દૃશ્ય કોણ ભૂલી શકે, એ ક્ષણ અમર બની ગઈ, એ ક્ષણ આ સદીની પ્રેરણાત્મક ક્ષણોમાંની એક છે. દરેક ભારતીયને લાગ્યું કે જીત પોતાની છે.

વડાપ્રધાને કહ્યું કે, દરેક ભારતીય એક મોટી પરીક્ષામાં પાસ થયો. તમે બધાએ આ બધું શક્ય બનાવ્યું છે. મારા દેશના વૈજ્ઞાનિકોએ આ શક્ય બનાવ્યું છે. તમારા બધાના હું જેટલા વખાણ કરી શકું એટલા ઓછા છે. હું તમારી પૂરતી પ્રશંસા કરી શકતો નથી. મિત્રો, મેં એ ફોટો જોયો છે જેમાં આપણા મૂન લેન્ડરે અંગદની જેમ ચંદ્ર પર પગ મૂક્યો હતો. એક બાજુ વિક્રમની શ્રદ્ધા છે અને બીજી બાજુ વિજ્ઞાનની શક્તિ છે. આપણી બુદ્ધિ ચંદ્ર પર તેના પગના નિશાન છોડી રહી છે. પૃથ્વીના કરોડો વર્ષના ઈતિહાસમાં માનવ સભ્યતામાં પહેલીવાર માણસ પોતાની આંખોથી એ સ્થળનું ચિત્ર જોઈ રહ્યો છે. આ તસ્વીર દુનિયાને બતાવવાનું કામ ભારતે કર્યું છે. આજે સમગ્ર વિશ્વ ભારતની વૈજ્ઞાનિક ભાવના, આપણી ટેકનોલોજીને આપણા વૈજ્ઞાનિકોની સિદ્ધિને સ્વીકારી રહ્યું છે. અમારૃ મિશન જે ક્ષેત્રનું અન્વેષણ કરશે એ તમામ દેશો માટે ચંદ્ર મિશન માટે નવા રસ્તાઓ ખોલશે. એ ચંદ્રના રહસ્યો ખોલશે. વડાપ્રધાને આ તકે વિસ્તૃત સંબોધન દરમિયાન ભારતની ગૌરવયાત્રાને વર્ણવીને જય જવાન, જય કિશાન, જય વિજ્ઞાન, જય અનુસંધાનનો બુલંદ નારો પણ ગર્જ્યો હતો. એ પહેલા બેંગ્લુરૃ એરપોર્ટ પર વડાપ્રધાનને આવકારવા ઉમેટલી જંગી મેદનીને પણ તેઓએ દસેક મિનિટ સુધી સંબોધન કર્યું હતું.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0