બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી સમયે હિંસાઃ ટ્રેન સળગાવતા પાંચના મરણ

HomeInternational

બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી સમયે હિંસાઃ ટ્રેન સળગાવતા પાંચના મરણ

ચૂંટણી ટાણે જ બાંગ્લાદેશમાં હિંસા ભડકી છે. રાજધાની ઢાકામાં શુક્રવારે રાત્રે બદમાશોએ એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી. જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યાના અહે

અમદાવાદમાં વસતા પાકિસ્તાની આશ્રિતોને ભારતીય નાગરિકતા મળી, 108 શરણાર્થીને નાગરિકતા પત્ર એનાયત કરાયા
સુપ્રીમ કોર્ટે ક્યા મુદ્દે કેન્દ્ર સરકારને ખખડાવી? સરકાર જ અદાલતો પર કેસોનું ભારણ વધારે છે?
2011 અને 2021 વચ્ચે વિદ્યાર્થીઓની આત્મહત્યામાં 70 ટકાનો વધારો થયો: NCRB

ચૂંટણી ટાણે જ બાંગ્લાદેશમાં હિંસા ભડકી છે. રાજધાની ઢાકામાં શુક્રવારે રાત્રે બદમાશોએ એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી. જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે આ હિંસામાં ઘણાં લોકો ઘાયલ થયાની પણ માહિતી છે. ઘટના રાત્રે ૯-૦પ કલાકે બની હતી જેની માહિતી મળતા જ ફાયરબ્રિગેડની ૭ ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ ગઈ હતી.

બાંગ્લાદેશમાં ૭ જાન્યુઆરીએ સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે. વડાપ્રધાન શેક હસીના આ વખતે પણ દાવેદાર છે. ઘટના પછી એક નિવેદન જારી કરીને નિર્દેશ મંત્રાલયે કહ્યું કે, ઘટનાનો સમય સ્પષ્ટ કરે છે કે ચૂંટણીનો વિરોધ કરી રહેલા લોકો કોઈપણ રીતે લોકતાંત્રિક પ્રક્રિયાને ખલેલ પહોંચાડવા માંગે છે. દરમિયાન ઢાકા પોલીસ કમિશનર મોઈનુદ્દીને કહ્યું કે આ એવા લકોની કાર્યવાહી છે જેઓ બાંગ્લાદેશમાં શાંતિપૂર્ણ ચૂંટણી નથી ઈચ્છતા. મીડિયા રિપોર્ટસ અનુસાર ચૂંટણી પહેલા જાણી જોઈને હિંસા કરવામાં આવી છે જેથી અશાંતિ ફેલાઈ શકે છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ટ્રેનમાં કેટલાક ભારતીય મુસાફરો પણ સવાર હતાં. આ ટ્રેન પશ્ચિમી શહેર જેસોરથી ઢાકા જઈ રહી હતી. બદમાશોએ પહેલા એક કોચમાં આગ લગાવી, પરંતુ ધીરે ધીરે આગ પ કોચ સુધી ફેલાઈ ગઈ હતી. અગાઉ ૧૯ ડિસેમ્બરે એક ટ્રેનમાં આગ લાગી હતી જેમાં ૪ લોકોના મોત થયા હતાં. આ વખતે વિપક્ષે ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં શેખ હસીના સતત પાંચમી વખત સત્તાના દ્વાર સુરી સરળતાથી પહોંચી શકશે. શેખ હસીના ર૦૦૯ થી દેશના પીએમ છે. માહિતી અનુસાર બાંગ્લાદેશમાં કુલ ૩પ૦ સીટો છે, જેમાં પ૦ બેઠકો મહિલાઓ માટે અનામત છે. બાંગ્લાદેશની સંસદને હાઉસ ઓફ નેશન પણ કહેવામાં આવે છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0