મહારાષ્ટ્રમાં વરસાદે તબાહી મચાવી, ચાર નદીઓ ઉફાણે, બે જિલ્લામાં શાળા-કોલેજો બંધ, NDRF તૈનાત

HomeCountry

મહારાષ્ટ્રમાં વરસાદે તબાહી મચાવી, ચાર નદીઓ ઉફાણે, બે જિલ્લામાં શાળા-કોલેજો બંધ, NDRF તૈનાત

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદે તારાજી સર્જી છે. રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ ભયંકર પૂરની સ્થિતિ સર

એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 16 ગોલ્ડ મેડલ્સ સહિત મેળવ્યા 73 મેડલ્સ
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે મનસુખ માંડવિયા અને નીતિન પટેલને સોંપી મોટી જવાબદારી
ઉત્તર ભારતમાં મેઘતાંડવ,હિમાચલ પ્રદેશમાં તબાહી, ભૂસ્ખલનથી 91 ના મોત, હજારો યાત્રિકો ફસાયા

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદે તારાજી સર્જી છે. રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાયગઢમાં ચાર નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જિલ્લાના અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશાસને જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

ભારે વરસાદને કારણે રાયગઢ જિલ્લાની બગડેલી હાલતને ધ્યાનમાં રાખીને NDRF તૈનાત કરવામાં આવી છે. જ્યારે જિલ્લા વહીવટી તંત્ર પણ હાઈ એલર્ટ પર છે. મહાડમાં NDRFના જવાનો તૈયાર છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સતત વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરોને તાત્કાલિક સાવચેતીના પગલાં લેવા અને રાહત કાર્ય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે.

ચાર નદીઓ ઉફાણે નદીઓ

રાયગઢ જિલ્લામાં સાવિત્રી નદી, અંબા નદી અને પાતાળગંગા નદીએ ખતરાના નિશાનને પાર કરી લીધું છે. જ્યારે કુંડલિકા નદી પણ ખતરાના નિશાનને પાર કરવાની અણી પર છે. આ નદીઓ પાસેના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જનજીવન ઠપ થઈ ગયું છે.

શાળા-કોલેજ બંધ

હવામાન વિભાગે આજે રાયગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે રાયગઢ જિલ્લા કલેક્ટર યોગેશ મહસેએ આજે ​​જિલ્લાની તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. ચંદ્રપુર જિલ્લા કલેક્ટર વિનય ગૌડાએ પણ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને આજે જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. ચંદ્રપુરમાં આજે સવારે 8.30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 242 મીમી વરસાદ નોંધાયો છે.

પોલીસ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું

ભારે વરસાદને કારણે રાયગઢ જિલ્લાના રસાયણી પોલીસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​(19 જુલાઈ) માટે રાયગઢ અને પાલઘર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મુંબઈ, થાણે અને રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રાયગઢના પોલીસ અધિક્ષક (SP) સોમનાથ ખરગેએ જણાવ્યું હતું કે, “રસાયણી પોલીસ સ્ટેશન પરિસરમાં પાણી ભરાઈ ગયું છે. નદી કિનારે આવેલા આપ્ટા ગામ પાણીમાં ડૂબી ગયું છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.” પરિસ્થિતિ નિયંત્રણમાં છે.”

NDRFની 12 ટીમો તૈનાત

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ સમગ્ર મહારાષ્ટ્રમાં કુલ 12 ટીમો તૈનાત કરી છે. મુંબઈમાં NDRFની પાંચ ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, કોલ્હાપુર, સાંગલી અને નાગપુર જિલ્લામાં એક-એક NDRF ટીમ તૈનાત કરવામાં આવી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 2