આભ ફાટ્યું: સુત્રાપાડામાં 16 ઈંચ, ધોરાજી 12, કોડીનાર સાડ આઠ, જામકંડોરણા સાડા સાત, વેરાવળ આઠ ઈંચ વરસાદ

HomeGujarat

આભ ફાટ્યું: સુત્રાપાડામાં 16 ઈંચ, ધોરાજી 12, કોડીનાર સાડ આઠ, જામકંડોરણા સાડા સાત, વેરાવળ આઠ ઈંચ વરસાદ

રાજ્યમાં વરસાદનો બીજો તબક્કો સમાપ્ત થતા ત્રીજા તબક્કાના પ્રારંભ સાથે મેઘરાજાએ ક્રિકેટમાં સુપર ઓવર રમતા હોય તેવુ પ્રદર્શન કરી ધમાકેદાર આગમન કર્યાનુ જા

જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા ચારના મોત, અન્યોની શોધખોળ, 12 દબાયા હોવાની આશંકા
ISROને 23 ઓગસ્ટે ચંદ્રયાન-3નું ‘સોફ્ટ લેન્ડિંગ’ની અપેક્ષા,અનેક પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ થશે
ભારતે કતારમાં 8 ભારતીય નૌકાદળના અધિકારીઓની ફાંસીની સજા સામે અપીલ દાખલ કરી, એક વર્ષથી જેલમાં છે બંધ

રાજ્યમાં વરસાદનો બીજો તબક્કો સમાપ્ત થતા ત્રીજા તબક્કાના પ્રારંભ સાથે મેઘરાજાએ ક્રિકેટમાં સુપર ઓવર રમતા હોય તેવુ પ્રદર્શન કરી ધમાકેદાર આગમન કર્યાનુ જાણવા મળેલ છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને ગીર સોમનાથ જીલ્લાના ચાર-ચાર તાલુકાને ધમરોળતા તાલુકા મથક ત્થા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર વધુ એકવાર બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સુત્રાપાડા આશરે ૧૬। (સવા સોળ ઈંચ), ધોરાજી ૧૨ ઈંચ, કોડીનાર ૮। (સવા આઠ)ઈંચ, જામકંડોરણા ૭॥ ઈંચ, વેરાવળ-પાટણ ૭॥ ઈંચ, ઉપલેટા ૪॥।(પોણા પાંચ) ઈંચ મેંદરડા ૪॥ અને તાલાલા ૪। ઈંચ ધોધમાર વરસાદ ખાબકયો હતો.

આજે રાજકોટ જીલ્લાના ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, ગોંડલ અને જેતપુર તાલુકામાં હળવાથી ૧૨ ઈંચ જેવો વરસાદ શહેર-તાલુકામાં ત્રાટકેલ હતો. સૌથી વધુ ધોરાજી શહેર-તાલુકામાં ૧૨ ઈંચ વરસતા આસપાસના તાલુકામાં અનરાધાર વરસાદની વાછટ જોવા મળેલ હતી.

ગીર સોમનાથ જીલ્લાના ૬ પૈકી ૪ તાલુકામાં આજે આભ ફાટયું હોય તેમ સુપડાની ધારે વરસાદ વરસતા ઠેરઠેર પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા. સુત્રાપાડા ખાતે રાજ્યમાં સૌથી વધુ ૩૯૧ મી.મી.(આશરે ૧૬। ઈંચ) વરસાદ ત્રાટકેલ જ્યારે સુત્રાપાડા આસપાસના વિસ્તારો-તાલુકા કોડીનાર ૨૦૧ મી.મી., વેરાવળ ૧૮૭, તાલાલા ૧૦૬ મી.મી. ધોધમાર વરસાદ નોંધાતા ફરી પંથકના કેટલાક જળાશયો છલકાય જવા પામેલ છે. જળાશયમાંથી છોડાતુ તેમજ વરસાદી પાણી નદીઓમાં ઠાલવાતા નદીઓ ગાંડીતૂર બની વહેવા લાગી છે.

સૌથી વધુ વરસાદ છતા નહિંવત નુકશાનીનો અંદાજ

સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છતા નહિંવત નૂકશાની થયાનુ અનુમાન સેવવામાં આવી રહેલ છે. સુત્રાપાડા ખાતે જે વરસાદ ખાબકયો તે દરિયાપટ્ટી આસપાસ સુપડાધારે હતો જ્યારે બંદર (દરિયા)થી દૂર જતા તેની તિવ્રતા ઉત્તર અને પશ્ચિમ દિશામાં ક્રમશ નબળી થતી રહી હતી.  તેમજ સુત્રાપાડામાં રેઈનગેઈજ (વરસાદ માપકયંત્ર) બંદર ખાતે હોવાથી વધુ વરસાદ નોંધાયો, સદનશીબે આ વરસાદ દરિયા કિનારા નજીક થયો હોવાથી પાણી સીધુ જ દરિયામાં મળી જવા પામેલ.સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, રાજકોટ ત્થા જૂનાગઢ જીલ્લાના ૨૩ થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ ત્રાટકેલ હતો. જેમાં રાજ્યમાં સુત્રાપાડા બાદ બીજા સ્થાને ધોરાજીમાં દે ધનાધન તૂટી પડેલા વરસાદે શહેર તાલુકામાં ૧૨ ઈંચથી વધુ પાણી વરસાવી દેતા ધોરાજી શહેરના નદી બજાર, ફરેણી રોડ, અવેડા ચોક, રામપરા, શાકમાર્કેટ, ત્રણ દરવાજા, કૈલાશનગર તેમજ નિચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાયા હતા તો કેટલાક સ્થળોએ બેથી અઢી ફૂટ પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકશાન થયેલ તેમજ બજારોમાં આવેલ દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીના માલ-સામાનને ભારે નૂકશાન થવા પામેલ છે.

ધોરાજીમાં ધોધમાર વરસાદ ત્રાટકતા નીચાણવાળા વિસ્તારની નાયબ કલેકટર જયસુખ લીખીયાએ જાત મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. નદીકાંઠાના વિસ્તારમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી ૫૦ જેટલા પરિવારને થોડા સમય માટે સ્થળાંતરિત કરાયા હતા.

ધોરાજીમાં ધોધમાર વરસાદ ત્રાટકતા આભ ફાટ્યું હોય તેવી સ્થિતી સર્જાતા ધોરાજી આસપાસના તાલુકા-ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની હળવી-મઘ્યમ અસર જોવા મળી હતી. ધોરાજીના પંચનાથ મહાદેવ મંદિર નજીકથી પસાર થતી સફુરા નદી આજે બેકાંઠે વહેતી થયેલ હતી. ધોરાજી અવેડા ચોક નજીક આવેલ અવેડા લાઈનના ૭૦ જેટલા મકાનોમાં દોઢથી બે ફૂટ પાણી ઘૂસી ગયા હતા.

સુત્રાપાડા અને ધોરાજી ઉપરાંત આસપાસના તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ  નોંધાયેલ જેમાં માળીયા હાટીના ૭૩, કેશોદ ૭૨, માંગરોળ ૫૭, માણાવદર ૫૪, વિસાવદર ૩૯, ગઢડાસ્વામીના ૩૬, ધોળકા ૩૫, મૂળી ૩૪, ગોંડલ ૩૧, ગીરગઢડા ૩૧, જેતપુર ૨૯, ગારીયાધાર ૨૬, વિંછીયા ૨૫, અમરેલી ૨૫ અને હળવદ ૨૫ મી.મી. વરસાદ નોંધાયેલ જ્યારે કુતિયાણા, લીલીયા, મહુવા, જુનાગઢ, ધારી, ઉમરાળા, ભેસાણ, વલ્લભીપુર, બાબરા, કોટડાસાંગાણી, રાણાવાવ, ચોટીલા, બોટાદ, લોધીકા, લીંબડી, થાનગઢ, મોરબી, માંડવી(કચ્), જામજોધપુર, પોરબંદર, ખાંભા, ભાણવડ, રાણપુર, બરવાળા, સાયલા, વઢવાણ, જસદણ, ઉના, સાવરકુંડલા, વાંકાનેર અને તળાજા ખાતે હળવાથી ૨૪ મી.મી. વરસાદ નોંધાયેલ હતો.

રાજ્યના અનેક શહેરોમાં આજે પણ વરસાદનુ રેડ ત્થા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું : રાજ્યમાં સીઝનના વરસાદનો આંક ૬૫ ટકાને પાર થયો!

સુત્રાપાડામાં ૩૪૫, ધોરાજી ૨૯૦, કોડીનાર ૧૮૮, જામકંડોરણા ૧૭૨, વેરાવળ ૧૩૭, ઉપલેટા ૧૧૪, મેંદરડા ૧૦૮, તાલાલા ૧૦૬, માળીયા હાટીના ૭૬, કેશોદ ૭૨, માંગરોળ ૫૭, માણાવદર ૫૪, દશાળા ૪૯, વિસાવદર ૩૯, ગઢડા ૩૬, મુળી ૩૪, ગોંડલ ૩૧, ગીરગઢડા ૩૧, જેતપુર ૨૯, ગારીયાધાર ૨૬, વિંછીયા ૨૫, અમરેલી ૨૫, હળવદ ૨૫, વંથલી ૨૪, કુતિયાણા ૨૩, લીલીયા ૨૨, મહુવા ૨૨, જુનાગઢ ૨૦, ધારી ૨૦, કુકાવાવ ૧૮, વલ્લભીપુર ૧૮, ઉપલેટા ૧૭, ભેંસાણ ૧૬, બાબરા ૧૫, કોટડાસાંગાણી ૧૪, રાણાવાવ ૧૩, ચોટીલા ૧૨, બોટાદ ૧૧, લોધીકા ૧૦, લીંબડી ૭, થાન ૭, મોરબી ૭, પાલીતાણા ૬, જામજોધપુર ૫, પોરબંદર ૫, ખાંભા ૫, ભાણવડ ૫, રાણપુર ૫, બરવાળા ૫, સાયલા ૪, બગસરા ૪, વઢવાણ ૩, જસદણ ૩, ઉના ૩, સાવરકુંડલા ૨, વાંકાનેર ૨ અને તળાજા ૧ એમ.એમ. વરસાદ પડયો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0