દિલ્હીમાં ફરી એક વાર ભારે વરસાદ પડી રહ્યો છે. હાલમાં રાષ્ટ્રીય રાજધાની પુરની ગંભીર સ્થિતિનો સામનો કરી રહી છે. રાજધાનીમાંથી પસાર થતી યમુના નદીની જળ સપ
દિલ્હીમાં ફરી એક વાર ભારે વરસાદ પડી રહ્યો છે. હાલમાં રાષ્ટ્રીય રાજધાની પુરની ગંભીર સ્થિતિનો સામનો કરી રહી છે. રાજધાનીમાંથી પસાર થતી યમુના નદીની જળ સપાટીમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે.
દિલ્હીમાં ગઈકાલે પણ હળવો વરસાદ થયો હતો. નિષ્ણાતો કહી રહ્યા છે કે દિલ્હીમાં વધુ વરસાદ પડવાની સ્થિતિમાં વરસાદી પાણી ઓવરફ્લો થઈ શકે છે અને સામાન્ય સ્થિતિ થવામાં વધુ સમય લાગી શકે છે. પાણી ભરાવાની સ્થિતિ વધુ બગડી શકે છે. જોકે, દિલ્હીમાં પ્રચંડ પુરની ચેતવણીને ચાર દિવસ બાદ ગંભીર પુરની સ્થિતિમાં બદલી નાંખવામાં આવી છે.
45 વર્ષનો રેકોર્ડ તોડ્યા પછી યમુના નદીની સપાટી 206.7 મીટર પર આવી ગઈ છે, તેમ છતાં દિલ્હીમાં અનેક વિસ્તારોમાં પુર આવી ગયું છે. રસ્તાઓ નાની નદીઓમાં ફેરવાઈ ગયા છે.રાહત કાર્ય ચાલી રહ્યું છે.
પુરનું પાણી સુપ્રીમ કોર્ટ, નિગમ ઘાટ સહિત દિલ્હીના કેટલાક સ્મશાન ઘાટો સુધી પહોંચી ગયું છે. હાલામાં કેટલાક રસ્તાઓ ગાડીઓની અવરજવર પર પ્રતિબંધ છે.
સરકારે સિંધૂ સહિત ચાર સિટ એન્ટ્રી પરથી આવશ્યક સામાન સિવાય ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો છે.
દિલ્હીમાં યમુનાએ ડેન્જર લેવલ ક્રોસ કર્યા બાદ અત્યાર સુધીમાં ચાર લોકોના મોત નિપજ્યા છે.
COMMENTS