hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

સુરત: ગેરકાયદે કતલખાના પર સલાબતપુરા પીઆઈ રબારીનો સપાટો, 6 જગ્યાએ દરોડા, 5ની ધરપકડ

HomeGujarat

સુરત: ગેરકાયદે કતલખાના પર સલાબતપુરા પીઆઈ રબારીનો સપાટો, 6 જગ્યાએ દરોડા, 5ની ધરપકડ

સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ગેરકાયદે કતલખાના પર પોલીસે દરોડો પાડતા ખાટકીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. પોલીસે સાગમટે 6 સ્થળોએ રેડ કરીને 2

અમદાવાદમાં ધાક જમાવવા લુખ્ખા ટપોરીઓએ યુવાન પર કર્યો જીવલેણ હૂમલો, બાઈકથી કચડી નાંખવાનો કર્યો હિચકારો પ્રયાસ
અમદાવાદ: ગૃહ પ્રધાન અમિત શાહે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કર્યું
‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 15 લાખથી વધુ ફૂલ-છોડ આકર્ષણનું કેન્દ્ર

સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ગેરકાયદે કતલખાના પર પોલીસે દરોડો પાડતા ખાટકીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. પોલીસે સાગમટે 6 સ્થળોએ રેડ કરીને 25 પશુોને મૂક્ત કરાવ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈન્ચાર્જ પોલીસ કમિશર, નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી, મદદનીશ પોલીસ કમિશનર ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે કતલખાના સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઆઈ બીઆર રબારીના વડપણ હેઠળ દિવસ અને રાત્રીના સમય દરમિયાન સઘન કોમ્બીંગ કરવામાં આવ્યું હતું.

પોલીસના કોમ્બીંગ દરમિયાન માન દરવાજા ખ્વાજા નગરમાં અલગ અલગ 6 જગ્યાએ ચાલતા ગેરકાયદે કતલખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે 25 પશુઓને મૂક્ત કરાવ્યા હતા અને પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત અલગ અલગ બે ગુના દાખલ કરી સુરત મહાનગરપાલિકાને ગેરકાયદે કતલખાના સીલ કરવા માટે રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ગેરકાયદે કતલખાના પર સલાબતપુરા પીઆઈ બીઆર રબારીએ લાલ આંખ કરતા ખાટકીઓમાં ચકચાર મચી જવા પામી હતી. દરોડાની કામગીરીમાં પીઆઈ રબારી, સેકન્ડ પીઆઈ એસએ શાહ, પીએસઆઈ જેએસ વળવી, પીએસઆઈ વીવી ત્રીપાઠી, પીએસઆઈ એમકે કાપડીયા, પીએસઆઈ આરજે ચૌહાણ, પીએસઆઈ બીસી જોષી તથા સલાબતપુરા સ્ટાફના પોલીસના ટીમ વર્કથી રેડની કામગીરી કરવામાં આવી હતી.

સલાબતપુરા પોલીસના ઈતિહાસમાં આ ગેરકાયદે કતલખાનાઓ પરની આ રેડ અત્યાર સુધીની સૌથી મોટી રેડ છે. સમગ્ર પોલીસ તંત્રમાં રેડની ચર્ચા થઈ રહી છે. પીઆઈ બીઆર રબારી એને તેમની પોલીસ ટીમે એક સાથે ખ્વાજા નગરમાં ધમધમતા 6 જેટલા ગેરકાયદે કતલખાનાને આજે બંધ કરાવી દીધા છે અને પશુઓની કતલને થતાં અટકાવી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0