સુરત: લીંબાયતના પોક્સો કેસમાં આરોપીના જામીન મંજુર કરતી કોર્ટ, એડવોકેટ ફોરમ સુખડવાલાએ કરી ધારદાર દલીલો

HomeGujarat

સુરત: લીંબાયતના પોક્સો કેસમાં આરોપીના જામીન મંજુર કરતી કોર્ટ, એડવોકેટ ફોરમ સુખડવાલાએ કરી ધારદાર દલીલો

સુરતનાં લીબાયત વિસ્તારમાં પીડિતા સાથે અભદ્ર વર્તન અને છેડતીનાં કેસમાં પોક્સો એક્ટની કલમ હેઠળ પાછલા કેટલાક સમયથી જેલવાસ ભોગવી રહેલા આરોપીને સુરતની 11મ

ખાલિસ્તાનીઓની ધમકીના પગલે મોદી સ્ટેડિયમમાં તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ
કાપડના વેપારીને છેતરપિંડીના કેસમાં જામીન આપતી સુરતની કોર્ટ, સિનિયર વકીલ બિમલ સુખડવાલાએ કરી દલીલો
સુરત ડાયમંડ બુર્સને રાહત, PSPને 125 કરોડની બેન્ક ગેરેન્ટી આપવાનો હુકમ હાઈકોર્ટે રદ કર્યો, એડવોકેટ કમલ ત્રિવેદી, એડવોકેટ તારક દામાણી અને એડવોકેટ ઝકી શેખની દલીલો માન્ય રાખતી કોર્ટ

સુરતનાં લીબાયત વિસ્તારમાં પીડિતા સાથે અભદ્ર વર્તન અને છેડતીનાં કેસમાં પોક્સો એક્ટની કલમ હેઠળ પાછલા કેટલાક સમયથી જેલવાસ ભોગવી રહેલા આરોપીને સુરતની 11મી વધારાની જિલ્લા અને સેશન્સ જજની કોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાં આવ્યા હતા.આ કેસમાં આરોપી વતી એડવોકેટ ફોરમ બિમલ સુખડવાલાએ દલીલો કરી હતી.

વિગતો મુજબ આરોપીની સામે પોલીસે આઈપીસીની કલમ 363, 354A(1), 354D(1), 342 તથા પોક્સો એક્ટની કલમ 7, 8, 9(m),10 પ્રમાણે કેસ દાખલ કર્યો હતો. પોલીસે આ કેસમાં મકસુદ આલમ અંસારીની ધરપકડ કરી હતી.

કેસની વિગત એવી છે કે ફરિયાદી પીડિતાએ(નામ ગુપ્ત રાખ્યું છે) પોલીસ અધિકારીઓ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું કે 14.12.2023 ના રોજ પીડિતા કુદરતી હાજત માટે ગઈ હતી અને પાછી ફરતાં આરોપીએ તેને પકડી લીધી હતી અને અભદ્ર રીતે સ્પર્શ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે મકસુદ અંસારીની ધરપક કરી હતી. મકસુદ આલમે વકીલ ફોરમ બિમલ સુખડવાલા દ્વારા જામીન અરજી રજૂ કરી હતી.

એડવોકેટ ફોરમ બિમલ સુખડવાલાએ સમગ્ર કેસમાં ધારદાર દલીલો કરી હતી અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો ઉલ્લેખ કર્યો હતો. તમામ દલીલો સાંભળીને 11મા અધિક જિલ્લા તથા સેશન્સ અને સ્પેશિયલ પોક્સો જજ કુ. અમનદીપ એચ.એસ.સિબિયાએ આકરી શરતો સાથે મકસુદ અંસારીને 30 હજારનાં બોન્ડ પર જામીન મૂક્ત કરવાનો હુકમ કર્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0