ઓફિસોનાં વેચાણ કરવા સામે આપેલો સ્ટે પણ ઉઠાવી લઈ કેસ કાઢી નાંખ્યો, PSP પ્રોજેક્ટ્સએ SDB સાથેનાં કરારની શરતોનું પાલન કર્યું ન હતું: એડવોકેટ ઝકી શેખ
ઓફિસોનાં વેચાણ કરવા સામે આપેલો સ્ટે પણ ઉઠાવી લઈ કેસ કાઢી નાંખ્યો, PSP પ્રોજેક્ટ્સએ SDB સાથેનાં કરારની શરતોનું પાલન કર્યું ન હતું: એડવોકેટ ઝકી શેખ
ડાયમંડ નગરી સુરતનાં ડ્રીમ પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સ વિરુદ્ધ PSP પ્રોજેક્ટ્સનાં કેસમાં ગુજરાત હાઇકોર્ટે બુર્સ કમિટીને મોટી રાહત આપતો ચુકાદો આપ્યો છે. સુરત ડાયમંડ બુર્સને PSP પ્રોજેક્ટ્સને 125 કરોડની બેંક ગેરંટી આપવાનો હુકમ હાઈકોર્ટે રદ કર્યો છે, એટલું જ નહીં, સુરતની કોમર્શિયલ કોર્ટે SDB 125 કરોડની બેંક ગેરંટી 4 વિકમાં ન આપે તો ઓફિસોનું વેચાણ કરવા સામે આપેલો સ્ટે પણ હાઈકોર્ટે ઉઠાવી લઇ કેસ કાઢી નાંખ્યો છે. સુરત ડાયમંડ બુર્સ વતી એડવોકેટ કમલ ત્રિવેદી, તારક દામાણી અને એડવોકેટ ઝકી મુખ્યાર શેખે હાઈકોર્ટ સમક્ષ અપીલ અરજી દાખલ કરી હતી. સુરત કોમર્શિયલ કોર્ટ દ્વારા તાજેત૨માં સુરત ડાયમંડ બુર્સને ચાર સપ્તાહની સમયમર્યાદામાં રૂ. 125 કરોડની અફર બેંક ગેરંટી આપવાનો હુકમ કર્યો હતો.
સુરત ડાયમંડ બુર્સના આઇકોનિક પ્રોજેક્ટનું કામ કરનાર અમદાવાદ સ્થિત જવાબદાર કન્સ્ટ્રક્શન કંપની, PSP પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા આર્બિટ્રેશન એક્ટની કલમ 9 હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીથી
કંપનીએ બુર્સના નિર્માણમાં જે ભૂલ રહી ગઈ હોય તે સુધારવાની હતી: બુર્સ કમિટી
બુર્સ કમિટીના જણાવ્યા મુજબ SP પ્રોજેક્ટસ લિમિટેડ કામનું વેરિફિકેશન કરી SDBને બિલ આપતી હતી. આ કોન્ટ્રાક્ટની ઉપર દેખરેખ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને રાખવામાં આવી હતી. જે દર મહિને જેટલું કામ થતું હોય તે બિલ તેને આપવાનું હતું. PSP થયેલા કામનું પોતે વેરિફિકેશન કરીને SDBને બિલ આપતી હતી અને એકાઉન્ટ વિભાગ તેના પૈસા રિલીઝ પણ કરતું હતું. વર્ક ઓર્ડર અનુસાર મહિનાની બિલના 2.5 ટકા જેટલી રક્મ SDB રાખી શકતી. જેમાંથી 1.25 ટકા રકમ વર્ચ્યુઅલ કમ્પીટેશન ઓફ વર્ક અને બાકીની 1.25 ટકા રકમ ડિફેક્ટ જવાબદારી સમય પૂર્ણ થયા પછી આપવામાં આવતી હતી. PSPએ કોન્ટ્રાક્ટની રકમના 5 ટકા બેંક ગેરન્ટી આપવાની હતી, જે 78.75 કરોડ જેટલી થવા જતી હતી. PSPએ કામ પૂર્ણ થયા પછી તેનું સર્ટિફિકેટ લેવા માટે અરજી કરવાની હતી. કામ પૂર્ણ થયાના 24 મહિનાનો ડિફેક્ટ જવાબદારી પીરિયડ રાખ્યો હતો. જેમાં બુર્સ નિર્માણમાં જે ભૂલો રહી ગઈ હોય તેને સુધારવાની શરત હતી.કોન્ટ્રાક્ટ અનુસાર વર્ચ્યુઅલ કામ પૂર્ણ થયાના સાથે ડિફેક્ટ જવાબદારી પીરિયડ શરૂ કરવામાં આવ્યો હતો, જેનો કંપનીએ અમલ ન કર્યો હોવાની દલીલો બુર્સ વતી કરવામાં આવી હતી.
PSP પ્રોજેક્ટ્સએ SDB સાથે થયેલા કરારની શરતોનું પૂર્ણ પાલન કર્યું ન હતું: એડવોકેટ ઝકી શેખ
ગુજરાત હાઈકોર્ટમાં સુરત ડાયમંડ બુર્સના વકીલ તરીકે હાજર રહેલા એડવોકેટ ઝકી મુખ્ત્યાર શેખે જણાવ્યું હતું કે, PSP પ્રોજેક્ટ્સએ સુરત ડાયમંડ બુર્સ સાથે થયેલા કરારની શરતોનું પૂર્ણ પાલન કર્યું ન હતું. કેટલીક કામગીરી અધૂરી હતી, બુર્સ કમિટીએ એ તરફ ધ્યાન પણ દોર્યું હતું. હાઈકોર્ટે અમારા અસીલની અપીલ અરજી ગ્રાહ્ય રાખી 4 વિકમાં 125 કરોડની બેંક ગેરંટી આપવી અને ન આપે તો ઓફિસોનું વેચાણ થતું અટકાવવા આપેલો સ્ટે ઉઠાવી લીધો હતો અને બેંક ગેરંટી આપવાનો હુકમ પણ માન્ય રાખ્યો ન હતો.
બુર્સ કમિટીની નાણાકીય અવ્યવસ્થા ઊભરીને બહાર આવી હોવાની દલીલો કરવામાં આવી હતી. PSP પ્રોજેક્ટ્સ અંદાજે રૂ. 538 કરોડની બાકી લેણી રકમની વસૂલાત કરવા દાવો કર્યો હતો. જેમાં 2.5% રીટેન્શન ડિપોઝિટ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેની કુલ રકમ રૂ. 42 કરોડ થતી હતી. જે પ્રોજેક્ટ પૂર્ણતાનાં પ્રમાણપત્ર જારી કર્યા પછી પણ SDB દ્વારા ચૂકવવામાં આવી ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એક તરફ બુર્સમાં ઓફિસના લેવાલ ઘટી રહ્યાં છે, ઊંચી કિંમતે ખરીદી કરનારા ઉદ્યોગકારો ભાવ રિવર્સ થતાં ભેરવાયા છે. તો બીજી તરફ આ ભવ્ય પ્રોજેક્ટનો મેઇન્ટેનન્સનો ખર્ચ પણ વધી રહ્યો છે.
COMMENTS