ઉત્તરાખંડ: ખીણમાં બસ પડી, 6નાં મોત, 27નો બચાવ, બસ ગુજરાતીઓથી ભરેલી હોવાની આશંકા

HomeCountryGujarat

ઉત્તરાખંડ: ખીણમાં બસ પડી, 6નાં મોત, 27નો બચાવ, બસ ગુજરાતીઓથી ભરેલી હોવાની આશંકા

ઉત્તરાખંડમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર રવિવારે સાંજે એક બસ ગંગા નજીક ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. 27 લોકોને બચાવીને હોસ્પિટલમાં

અમેરિકાના રાષ્ટ્રપતિ સાત સપ્ટેમ્બરથી ભારતની ચાર દિવસની મુલાકાતેઃ જી-ર૦ માં જોડાશે
ચંદ્રયાન-3 જુલાઈમાં પ્રક્ષેપણ માટે તૈયાર છે, ઈસરોના વડાએ જણાવ્યું સમગ્ર ટાઈમ ટેબલ
રાજ્યસભા ચૂંટણી: 56 બેઠકોમાંથી 41 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જીત્યા, 27 ફેબ્રુઆરીએ 15 સીટ માટે મતદાન

ઉત્તરાખંડમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર રવિવારે સાંજે એક બસ ગંગા નજીક ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. 27 લોકોને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક મુસાફર ગુમ છે. બસમાં 35 મુસાફરો સવાર હતા.

ઉત્તરકાશીના ડીએમ અને એસપીએ જણાવ્યું કે બસ નંબર UK07PA-8585 100 મીટર ઉંડી ખીણમાં પડી ગઈ છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું- દુર્ઘટનામાં કેટલાક લોકોના જીવ ગુમાવવાના અને કેટલાક ઘાયલ થવાના સમાચાર છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ભગવાન આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે. હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0