સુદાનમાં સિવિલ વોરઃ રાજધાની ખાર્તુમ પર થયેલા હવાઈ હુમલામાં ચાલીસના મોતઃ અનેક લોકો ઘાયલ

HomeInternationalWorld

સુદાનમાં સિવિલ વોરઃ રાજધાની ખાર્તુમ પર થયેલા હવાઈ હુમલામાં ચાલીસના મોતઃ અનેક લોકો ઘાયલ

સુદાનની રાજધાની ખાર્તુમમાં ફરી એક હવાઈ હુમલો થતા ૪૦ ના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઓગસ્ટના યુએનના આંકડાઅનુસાર અત્યાર સુધીમાં સંઘર્ષમાં

મોરબી: ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનાં માલનું નુકશાન, વાહનો બળીને ખાખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી એકતાને ગણાવી ભ્રષ્ટાચારની દુકાન
પીએમ મોદી અમારા સ્ટાર પ્રચારક છે, માત્ર તેઓ જૂઠ બોલવાનું બંધ કરે: કોંગ્રેસ

સુદાનની રાજધાની ખાર્તુમમાં ફરી એક હવાઈ હુમલો થતા ૪૦ ના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઓગસ્ટના યુએનના આંકડાઅનુસાર અત્યાર સુધીમાં સંઘર્ષમાં ૪,૦૦૦ થી વધુ લોકોના મોત થયા છે.

સુદાનમાં સિવિલવોરની સ્થિતિ દિવસ ને દિવસે ખરાબથી અતિ ખરાબ થઈ રહી છે. દેશ પર કબજો મેળવવા માટે સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. સુદાનમાં આવી સ્થિતિના કારણે સામાન્ય લોકો ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યા છે. આ વચ્ચે તેમની રાજધાની ખાર્તુમથી એક ભયાનક ખબર સામે આવી રહી છે.

ગઈકાલે ખાર્તુમમાં એક ડ્રોન હુમલો થયો હતો જેને સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. એક અહેવાલ પ્રમાણે ખાર્તુમની એક બજાર પર થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૪૦ લોકોના મોત થયા હતાં. સાથે જ આ હુમલામાં ૩૬ થી વધુ લોકો ગંભીર રીતે ઈજ્જાગ્રસ્ત થયા છે. ઈજ્જાગ્રસ્તોને સારવાર માટે બશીર યુનિવર્સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર આ ડ્રોન હુમલા પાછળ ક્યો પક્ષ છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ આ હવાઈ હુમલા પછી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. સુદાનમાં પ એપ્રિલથી શરૃ થયેલા ગૃહયુદ્ધ પછી નાગરિકોના મોતનો આ સૌથી મોટો આંકડો છે. રિપોર્ટ અનુસાર આ ઘટના પછી આરએસએફ એ નિવેદનમાં સુદાનની સેના પર હુમલાનો આરોપ લગાવ્યો હતો, જો કે હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. ઉપરાંત સુદાનની સેનાએ આ હુમલાની જવાબદારી લેવાનો ઈન્કાર કર્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0