ભાજપને સચિન પાયલોટનો જવાબ, પિતા રાજેશ પાયલોટે મિઝોરમ નહીં પણ દુશ્મન દેશ પર ફેંક્યા હતા બોમ્બ

HomeCountryPolitics

ભાજપને સચિન પાયલોટનો જવાબ, પિતા રાજેશ પાયલોટે મિઝોરમ નહીં પણ દુશ્મન દેશ પર ફેંક્યા હતા બોમ્બ

કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પિતા રાજેશ પાયલટ વિશે કરાયેલી ટ્વીટ પર BJP IT સેલના વડા અમિત માલવિયા પર નિશાન સાધ્યું છે. અમિત માલવિયાએ ટ્વિટ કરીને દાવો

ચંદ્રયાન-3 ની સફળતા બાદ સ્વામી ચક્રપાણિ મહારાજે કહ્યું, “ચંદ્રને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ”
સંજય સિંહની ધરપકડનો વિરોધ: AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, અનેક નેતાઓની અટકાયત
રાહુલ ગાંધીનો સનસનાટીપૂર્ણ દાવો, ‘મારા ઘરે ઈડી પાડશે દરોડા, હું તેમને ચા-બિસ્કિટ ખવડાવીશ’

કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પિતા રાજેશ પાયલટ વિશે કરાયેલી ટ્વીટ પર BJP IT સેલના વડા અમિત માલવિયા પર નિશાન સાધ્યું છે. અમિત માલવિયાએ ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે રાજેશ પાયલટે ભારતીય વાયુસેનાના પાયલટ તરીકે માર્ચ 1966માં મિઝોરમમાં બોમ્બ ફેંક્યા હતા. આના પર સચિન પાયલટે કહ્યું કે તમારા તથ્યો અને તારીખો બંને ખોટા છે, કારણ કે તેઓ ભારતીય વાયુસેનામાં ઓક્ટોબર મહિનામાં 1966માં સામેલ થયા હતા. સચિન પાયલોટે અમિત માલવિયાના દાવાઓને કાલ્પનિક, તથ્યહીન અને સંપૂર્ણપણે ભ્રામક ગણાવ્યા હતા.

BJP IT સેલના વડા અમિત માલવિયાએ ટ્વિટર પર દાવો કર્યો હતો કે ‘રાજેશ પાયલટ અને સુરેશ કલમાડી 5 માર્ચ 1966ના રોજ મિઝોરમની રાજધાની આઈઝોલ પર બોમ્બ ફેંકનારા ભારતીય વાયુસેનાના વિમાનો ઉડાવી રહ્યા હતા. બાદમાં બંને કોંગ્રેસની ટિકિટ પર સાંસદ અને સરકારમાં પ્રધાન બન્યા. તે સ્પષ્ટ છે કે ઈંદિરા ગાંધીએ ઉત્તર પૂર્વમાં આપણા જ લોકો પર હવાઈ હુમલા કરનારાઓને રાજકારણમાં સ્થાન આપ્યું, તેમનું સન્માન કર્યું.’

અમિત માલવિયા પર પ્રહાર કરતા સચિન પાયલટે કહ્યું, “તમારા તથ્યો અને તારીખો બંને ખોટા છે. હા… ભારતીય વાયુસેનાના પાયલટ તરીકે મારા પિતાએ બોમ્બ ફેંક્યા હતા. પરંતુ તેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તત્કાલિન પૂર્વ પાકિસ્તાન પર બોમ્બ ફેંક્યા હતા, નહિ કે 5 માર્ચ 1966ના રોજ મિઝોરમ પર. તેઓ 29 ઓક્ટોબર 1966ના રોજ તેઓ એરફોર્સમાં સામેલ થયા હતા.”

સચિન પાયલટે કહ્યું કે “હા, 80ના દાયકામાં એક રાજકારણી તરીકે, તેણે મિઝોરમમાં યુદ્ધવિરામ અને કાયમી શાંતિ સંધિ સ્થાપિત કરવામાં ચોક્કસપણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.”

આ સાથે સચિન પાયલટે ટ્વિટર પર પિતા રાજેશ પાયલટનું એરફોર્સમાં કમિશન થવાનું પ્રમાણપત્ર પણ શેર કર્યું.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0