અતિ જોખમી બનેલી બીઆરટીએસ અને સિટીબસની સવારીમાં શનિવારે વધુ એક કારનામું ઉજાગર થયું હતું. ડુમસ રોડ ઉપર બીઆરટીએસ લેનમાં જ ઓવરટેક કરવાની લ્હાયમાં ડ્રાઇવર
અતિ જોખમી બનેલી બીઆરટીએસ અને સિટીબસની સવારીમાં શનિવારે વધુ એક કારનામું ઉજાગર થયું હતું. ડુમસ રોડ ઉપર બીઆરટીએસ લેનમાં જ ઓવરટેક કરવાની લ્હાયમાં ડ્રાઇવરે બસને બીઆરટીએસ સ્ટેશનમાં જ ઠોકી દીધી હતી. ધડાકાભેર બસ અથડાતા ચાર મુસાફરો ઉછળીને પડતાં ઇજા પહોંચી હતી.
શનિવારે પાલિકાની બીઆરટીએસ બસે વધુ એક અકસ્માત સર્જ્યો હતો.
બસના ડ્રાઇવરે ઓવર ટેક કર્યા બાદ કાબુ ગુમાવતા બસ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં જ બસ ઘૂસાડી દીધી હતી. બસમાં સવાર મુસાફરો બાદમાં ઉછાળી પટકાયા હતા.
બસમાં સવાર મુસાફરોએ શું કહ્યું
ઇચ્છાપોર ડાયમંડ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ દિપક બહાદુર ચૌહાણ સવારે નોકરી પર જવા મગદલ્લાથી બસમાં બેઠો હતો. વીઆર મોલની નજીક ડ્રાઇવરે બસને લેનમાં જ ઓવરટેક કરી સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બસ સ્ટેન્ડમાં સાઈડમાંથી ઘૂસાડી દીધી હતી. અમે બસમાં જ હવામાં ઉછળીને બસની અંદરના પાઈપ સાથે અથડાતા જડબામાં ગંભીર ઇજા થઈ હતી.
અન્ય ઇજાગ્રસ્ત બ્રિજલાલ વિશ્વકર્માએ કહ્યું કે, અકસ્માતને પગલે એકતરફ ભાગદોડ મચી હતી, ત્યારે ડ્રાઇવર બસમાંથી ઉતરીને ફોન ઉપર વાત કરવા લાગ્યો હતો. જોકે, લોકોએ 108ને બોલાવતા ચાર પૈકી બે ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ રવાના કર્યા હતા.
COMMENTS