અમરેલીના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવવાથી ર૪ ગાયોના મોતથી અરેરાટીજનક ઘટના નિપજી છે. મહત્ત્વનું છે કે વનવિભાગ દ્વારા ગાયોના મૃતદેહ ખસેડવાની કામગીરી
અમરેલીના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવવાથી ર૪ ગાયોના મોતથી અરેરાટીજનક ઘટના નિપજી છે. મહત્ત્વનું છે કે વનવિભાગ દ્વારા ગાયોના મૃતદેહ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ ઘટના સાવરકુંડલાના બાઢડા નજીક બનવા પામી હતી. જેમાં મહુવા-સુરતની પેસેન્જર ટ્રેનના અડફેટે આવતા ર૪ ગાયો કપાઈ મરી હતી. આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમો આવી પહોંચી હતી અને ઘટનાની તપાસ શરૃ કરી દીધી હતી. બનાવની વિગતો પ્રમાણે આ ઘટના રાત્રિના સમયે બની હોવાનું સામે આવ્યું છે. રાત્રિના સુરતથી સાવરકુંડલા આવતી વેળાએ મહુવા-સુરત પેસેન્જર ટ્રેનના ટ્રેક પર ગાયો અડફેટે આવી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ મામલે વનવિભાગની ટીમોએ આવીને કામગીરીને સંભાળી લીધી હતી અને રેલવે ટ્રેક પરથી ગાયોના મૃતદેહોને દૂર કરી રેલવે વ્યવહારને પુનર્વત કરવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે, જીવદયાપ્રેમીઓમાં આ ઘટનાને લઈને ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલવેના ડ્રાઈવર દ્વારા આ ઘટનામાં ઈમરજન્સી બ્રેક પણ મારવામાં આવી હતી તેમ છતાં આ અકસ્માત સર્જાયો હતો.
માહિતી પ્રમાણે આખો રેલવે ટ્રેક ગાયોના લોહીથી લથપથ હતો. નોંધનીય છે કે આ અગાઉ પણ આ ટ્રેક પર અડફેટે આવી જવાથી સિંહોના કપાઈ જવાની ઘટના બની હતી અને આ વખતે ગાયો કપાઈ ગઈ છે.
COMMENTS