રાજકીય વગના જોરે સુરત મહાનગર પાલિકામાં ગોઠવાઈ ગયેલા કર્મચારીઓ પૈકી એક મહિલા કર્મચારીએ ગુમાસ્તાધારા વિભાગ પર મહોર મારી દીધી હોય એમ ટ્રેઈની પિરિયડથી મા
રાજકીય વગના જોરે સુરત મહાનગર પાલિકામાં ગોઠવાઈ ગયેલા કર્મચારીઓ પૈકી એક મહિલા કર્મચારીએ ગુમાસ્તાધારા વિભાગ પર મહોર મારી દીધી હોય એમ ટ્રેઈની પિરિયડથી માંડીને થર્ડ લેવલના ક્લાર્ક તરીકે પણ આ જ ડિપાર્ટમેન્ટમાં ફેવિકોલની જેમ ચોંટી ગઈ છે.
સતત છ વર્ષ કરતા વધુ સમયથી આ વિભાગમાં મજબુતાઈથી ચીપકેલી મહિલા કર્મચારીનું બેકગ્રાઉન્ડ રાજકીય હોવાથી ઉપરી અધિકારીઓ પણ એની સામે એક્શન લેતાં અથવા તો બદલી કરતા ધ્રુજી જાય છે, જેને કારણે મહિલા કર્મચારીને ફાવતું મળી ગયું છે.
સવારથી સાંજ સુધી 8 કલાકની નોકરી દરમિયાન આઠ મિનિટ પણ કામ કરતી દેખાતી નથી. આખો દિવસ મોબાઈલમાં ચેટિંગ અથવા તો સર્ફિંગ કરતી મહિલા અનેક વાર કેમેરામાં કંડારાઈ ચુકી છે. ગુમાસ્તા જેવા મલાઈદાર ખાતામાં બેઠેલી મહિલાને છ વર્ષના સમયગાળા દરમિયાન ગુમાસ્તાના નિયમો મોઢે થઈ જવા જોઈએ પરંતુ એમને કક્કા-બારાખડી પણ મોઢે નથી એવો સીન છે . આ સાથે જ રાજકીય નેતાની ભાભી હોવાથી પાલિકામાં વિશેષ છબિ ઉભરીને આવે છે. કેટલાંક લોકો એમની પાસેથી બદલી માટે ભલામણ કરાવતા હોય એટલે ત્રીજી શ્રેણીની ક્લાર્ક હોવા છતાં કમિશનર જેવા રૂબાબ રાખતી મહિલાના મોઢા પરથી પારખી શકાય કે તે કેટલી પ્રાઉડી નેચરની હશે. સાથી કર્મચારીઓ સાથે પણ ઉદ્ધતાઈથી વર્તવામાં પંકાયેલી મહિલા કર્મચારીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે એવી સ્ટાફ દ્વારા માંગ ઉઠી છે. આ માટે કમિશનર સમક્ષ રજુઆત પણ થઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.ગુમાસ્તા વિભાગમાં ઉધઈની જેમ ઘર કરી ગયેલી મહિલા તેમજ અન્ય કર્મચારીઓ પર બદલીનો કોરડો વિંઝાય તેવી આશંકા નકારી શકાતી નથી.
COMMENTS