કેજરીવાલને આંચકો: સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં અધિકારીઓનાં ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત વટહુકમ પર સ્ટે આપવાની દિલ્હી સરકારની અરજીને ફગાવી દીધી

HomeCountryNews

કેજરીવાલને આંચકો: સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં અધિકારીઓનાં ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત વટહુકમ પર સ્ટે આપવાની દિલ્હી સરકારની અરજીને ફગાવી દીધી

અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગના મામલામાં સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના વટહુકમ પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી છે. ત્રણ જજની બેન્ચે વટહુકમ પર કાયદાન

રેલવે માટે ઐતિહાસિક દિવસઃ 508 સ્ટેશનોની કાયાપલટ થશે, PMએ શિલાન્યાસ કર્યો
PM મોદીની અપીલ:’23મીથી અનંતકાળ સુધી અયોધ્યા આવો, પણ 22મીએ નહીં, 22મીએ ઘરોમાં જ શ્રી રામ જ્યોતિ પ્રગટાવો’
ભરુચ: નર્મદા નદીના પુરમાં બેંકના દસ્તાવેજો ધોવાયા, જાહેરમાં સૂકવવા માટે મજબૂર બન્યા કર્મચારીઓ

અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગના મામલામાં સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના વટહુકમ પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી છે. ત્રણ જજની બેન્ચે વટહુકમ પર કાયદાના બે પ્રશ્નો પણ ઘડ્યા હતા. કલમ 239-AA(7) હેઠળ કાયદો બનાવવાની સંસદની સત્તાની રૂપરેખા શું છે? અને શું સંસદ, કલમ 239-AA(7) હેઠળ તેની શક્તિનો ઉપયોગ કરીને, દિલ્હી માટે શાસનના બંધારણીય સિદ્ધાંતોને રદ કરી શકે છે?

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને મનોજ મિશ્રાની બેન્ચે ગુરુવારે કહ્યું હતું કે પાંચ જજોની બંધારણીય બેંચ દિલ્હી સરકારના વટહુકમને પડકારતી અરજી પર સુનાવણી કરશે.

ખંડપીઠે કહ્યું છે કે અરજીના નિકાલ માટે આ અદાલતે બંધારણના અર્થઘટનને લગતા કાયદાના મહત્વના પ્રશ્નનો જવાબ આપવો જરૂરી છે. દિલ્હીના વહીવટને લઈને કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચેની લાંબી કાનૂની લડાઈ પર નિર્ણય જરૂરી છે.

ખંડપીઠે કહ્યું કે, અમે રજિસ્ટ્રીને આ અરજીના કાગળો વહીવટી પક્ષ વતી ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મૂકવાનો નિર્દેશ કરીએ છીએ જેથી ઉપરોક્ત પ્રશ્નોના જવાબો આપવા અને અરજીના નિકાલ માટે બંધારણીય બેંચની રચના કરવામાં આવે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0