PM મોદી ડિગ્રી કેસ: અમદાવાદની મેટ્રો કોર્ટના સમન્સ રદ્ કરવાની કેજરીવાલ-સંજયસિંહની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

HomeCountryGujarat

PM મોદી ડિગ્રી કેસ: અમદાવાદની મેટ્રો કોર્ટના સમન્સ રદ્ કરવાની કેજરીવાલ-સંજયસિંહની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

વડાપ્રધાનની ડીગ્રીના મુદ્દે અમદાવાદ સેસન્સ કોર્ટે કેજરીવાલ અને સંજયસિંહની મેટ્રો કોર્ટના સમન્સ રદ્ કરવાની રિવિઝન અરજી ફગાવી દેતા હવે બન્ને પાસે હાઈકો

ભૂજનાં જાંબાઝ પોલીસ કોન્સ્ટેબલ શકીલ શેખે જાનનાં જોખમે સુરતમાં હત્યા કરવા માંગતા શખ્સને દબોચી લીધો, અઠવા પોલીસે નજીવી કલમો લગાડી
મહારાષ્ટ્રમાં ફરી રાજકીય વળાંક! અજિત પવાર સહિત તમામ બળવાખોર નેતાઓ શરદ પવારને મળ્યા
બિલ્કીસ બાનો કેસ: ‘આ રેરેસ્ટ ઓફ રેર ક્રાઈમ નથી’ કેન્દ્ર અને ગુજરાત સરકારની સુપ્રીમ કોર્ટમાં દલીલ

વડાપ્રધાનની ડીગ્રીના મુદ્દે અમદાવાદ સેસન્સ કોર્ટે કેજરીવાલ અને સંજયસિંહની મેટ્રો કોર્ટના સમન્સ રદ્ કરવાની રિવિઝન અરજી ફગાવી દેતા હવે બન્ને પાસે હાઈકોર્ટ જવાનો જ વિકલ્પ રહ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે સમન્સ નીકાળી ચૂકી છે. વળી યુનિવર્સિટીના વકીલ દ્વારા બન્ને આરોપીઓ કોર્ટમાં ઉપસ્થિત ન થતાં વોરન્ટ કાઢવાની માગ કરાઈ હતી. જેની સામે રાહત મેળવવા બન્ને આરોપીઓ સેસન્સ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી ગયા હતાં, જ્યાંથી પણ તેમને રાહત મળી નથી, પરંતુ સુપ્રિમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને આ કેસ પર નિર્ણય લેવા કહ્યું હતું, જેથી આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે બન્ને પક્ષોને સાંભળીને સિટી સિવિલ કોર્ટને ૧૦ દિવસમાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજી પર નિર્ણય લેવા કહ્યું હતું. આજે સેસન્સ કોર્ટમાં આ અંગે ચૂકાદો આપવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે મેટ્રો કોર્ટના સમન્સ રદ્ કરવાની રિવિઝન અરજી ફગાવી દીધી છે. આથી બન્ને આરોપી પાસે હાઈકોર્ટ જવાનો વિકલ્પ છે.

આજે આ મુદ્દે ચૂકાદો આપતા અમદાવાદ સિટી સિવિલ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજી ફગાવી દીધી છે. આથી ર૩ સપ્ટેમ્બરની મેટ્રો કોર્ટની મુદ્તમાં હવે આગળની કાર્યવાહી ચાલી શકશે. જેમાં સાક્ષીઓ તપાસવાની કાર્યવાહી આગળ હાથ ધરાશે, જો કે મેટ્રો કોર્ટમાં બન્ને આરોપીઓના વકીલે અંડરસ્ટેકિંગ આપતા અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને કોર્ટમાં ઉપસ્થિત રહેવું નહીં પડે.

રિવિઝન અરજી પર સેસન્સ કોર્ટે અગાઉ આરોપીઓના વકીલને કોર્ટે ર-૩૦ કલાક સાંભળ્યા હતાં, જ્યારે ગુજરાત યુનિવર્સિટીના વકીલે કોર્ટમાં ૩૦ મિનિટ દલીલો કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના વકીલોએ અગાઉ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહના વકીલોએ કરેલ રજૂઆતનું ખંડન કર્યું હતું.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0