મુસલમાનોના તહેવારમાં વિધ્ન ન આવે તે માટે સલાબતપુરા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું Surat: આજરોજ કોમ્યુનિટી હોલ રૂસ્તમપૂરા
મુસલમાનોના તહેવારમાં વિધ્ન ન આવે તે માટે સલાબતપુરા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું
Surat: આજરોજ કોમ્યુનિટી હોલ રૂસ્તમપૂરા ખાતે બકરી ઈદ અનુસંધાને મિટિંગનું આયોજન કરાયું હિન્દુ આગેવાનો સહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
Surat: આજરોજ કોમ્યુનિટી હોલ રૂસ્તમપૂરા ખાતે બકરી ઈદ અનુસંધાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ મિટિંગમાં શાંતિ સમિતિના સભ્યો, સામાજિક આગેવાનો તેમજ સ્થાનિક વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ઈદ-ઉલ-અદહાની તૈયારીના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બલિદાનના આ અવસર પર કોઈ તત્વો અટકચાળો ન કરે, ગૌવંશને બચાવવાની આડમાં હુમલા ન કરે તે અંગે ગહન અને વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ શાંતિપૂર્ણ અને કોમી સદભાવના સાથે તહેવારની ઉજવણી થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. જાહેરમાં પશુઓની બલિ ન ચઢાવાય, કુરબાની પછી પશુના માંસ, હાડકાં તેમજ અવશેષોનુ જાહેરમાં નિકાલ કરવામાં ન આવે તે જોવાની જવાબદારી તમામે મળીને સ્વીકારવી પડશે તેવું આહવાન કરવામાં આવ્યું હતું.
મીટિંગમાં હાજર માજી કોર્પોરેટર અસદ.જી.કલ્યાણી. કોર્પોરેટર શ્રી મુકેશ ભાઈ મહાત્મા,શ્રી પ્રવીણ ભાઈ ચાંગાવાલા.લાલ ખાન પઠાણ, તાજીયા કમિટીનાં પ્રમુખ સોહેલ હસોટી, મસ્તાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શાકીર.શેખ મસ્તાન, સમીર જાદવ,સાજીદ ભાઈ,ફારુક ભાઈ, રેહાના બેન, નુરુ ભાઈ,સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા જેમા કોર્પોરેટર મુકેશ ભાઈ મહાત્માએ કોમી એકતાની ભાવના સાથે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક જગ્યાએ કન્ટેનરો મુકાવવાની મોટી જીમ્મેદારી લીધી હતી.
આ પ્રસંગે સેક્ટર-૧,એડિસનલ ડીજીપી વબાંગ ઝમીર,ડીસીપી પિનાકીન પરમાર સાહેબ, એસીપી વી.એમ.જાડેજા સાહેબ અને સલાબતપુરા પીઆઈ રબારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
COMMENTS