મુસલમાનોના તહેવારમાં વિધ્ન ન આવે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન Surat: આજરોજ મહાત્મા વાડી ખાતે બકરી ઈદ અનુસંધાને મિટિંગનું આ
મુસલમાનોના તહેવારમાં વિધ્ન ન આવે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન
Surat: આજરોજ મહાત્મા વાડી ખાતે બકરી ઈદ અનુસંધાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ મિટિંગમાં શાંતિ સમિતિના સભ્યો, સામાજિક આગેવાનો તેમજ સ્થાનિક વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ઈદ-ઉલ-અદહાની તૈયારીના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બલિદાનના આ અવસર પર કોઈ તત્વો અટકચાળો ન કરે, ગૌવંશને બચાવવાની આડમાં હુમલા ન કરે ત અંગે ગહન અને વિસ્તારના ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ શાંતિપૂર્ણ અને કોમી સદભાવના સાથે તહેવારની ઉજવણી થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. જાહેરમાં પશુઓની બલિ ન ચઢાવાય, કુરબાની પછી પશુના માંસ, હાડકાં તેમજ અવશેષોનુ જાહેરમાં નિકાલ કરવામાં ન આવે તે જોવાની જવાબદારી તમામે મળીને સ્વીકારવી પડશે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જોઈન્ટ સીપી પ્રવિણ મલ, ડીસીપી ગઢવી, એસીપી ચિરાગ પટેલ તથા સલાબતપુરા પીઆઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા.
COMMENTS