સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી અને બાલાજી માર્કેટ તરીકે મિલ્કતને સીલ મારવાનું પ્રકરણ ઉગ્ર વિવાદનું સ્વરુપ ધારણ કરી રહ્યો હોય એવું
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી અને બાલાજી માર્કેટ તરીકે મિલ્કતને સીલ મારવાનું પ્રકરણ ઉગ્ર વિવાદનું સ્વરુપ ધારણ કરી રહ્યો હોય એવું લાગે છે. અગાઉ કરવામાં આવેલી ફરિયાદોના અનુસંધાને એસએમસી દ્વારા કાગળીયા કાર્વાહી કરીને દેખાડો કરવામાં આવ્યો હતો તેની હવે પોલ ખૂલ્લી થઈ જવા પામી છે.
સુરતમાં રહેતા અરજદારે વખતોવખત કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા વોર્ડ નં,4,નોંધ નં,2149,થી 2158,સુધી તથા 2190 જમીન બાલાજી માર્કેટ તરીકે ઓળખાય છે. આ માર્કેટમાં સુરત મહાનગરપાલિકાની પરવાનગી વિના હેતુફેર કરી BUC વિના ગેરકાયદેસર વપરાશ શરૂ કરવામાં આવ્યો છે. અનેક ફરિયાદો છતાં એસએમસીના સેન્ટ્રલ ઝોનનાં સેટીંગબાજ અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી અને કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી, ઉલ્ટાનું માર્કેટને ચાલુ કરી ભ્રષ્ટ અધિકારીઓ મનમાની કરી રહ્યા છે.
અગાઉ એક અરજદારની ફરિયાદ પ્રમાણે બાલાજી માર્કેટને રેસિડન્સની પરમીશન આપવામાં આવી છે પણ માર્કેટ ચણીને કોમર્શિયલી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી રીતે હેતુફેર કરીને માર્કેટ શરુ કરીને બિલ્ડરને લોકોના જાન માલ સાથે રમત રમવાનો એક રીતે પરવાનો આપી દેવામાં આવ્યો છે કે કેમ તેવો પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે.
ચોંકાવનારી વિગતો મુજબ 2022માં બાલાજી માર્કેટને નોટિસ આપી માર્કેટને બંધ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય વાત એ છે કે તે સમયે ઝોનલ ચીફ તરીકે જતીન દેસાઈ કાર્યભાર સંભાળી રહ્યા હતા. તેમના સમયગાળા દરમિયાન બાલાજી માર્કેટના સેટીંગબાજોને જોરદાર ફટકો પડ્યો હતો. જતીન દેસાઈની સેન્ટ્રલ ઝોનના ચીફ તરીકે બદલી થતાં જ બાલાજી માર્કેટને ચાલુ કરી દેવામાં આવી હતી.
નોંધનીય બાબત તો એ છે કે આ માર્કેટ બે વર્ષ સુધી બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ અચાનક જ માર્કેટને શરુ કરી દેવામાં આવી. માર્કેટને શરુ કરવાનો સમય પણ રાજકોટ અગ્નિકાંડ પછીનો હોવાનું જાણવા મળી રહ્યું છે.બાલાજી માર્કેટને ચાલુ કરવા પાછળનો મલિન ઈરાદાનો હવે ભાંડો ફૂટી રહ્યો છે. માર્કેટને ચાલુ કર્યા બાદ તેને ત્રીજી જૂન 2024 પછી સીલ પણ મારી દેવામાં આવે છે અને એક જ અઠવાડિયામાં સીલને ખોલી પણ દેવામાં આવે છે. સીલ મારવા અને ખોલવાની ભીતરમાં હાલના ઝોનલ ઓફિસર અને કાર્યપાલક ઈજનેર રાજેશ ગાંજાવાલાની ચૂપકીદી ધણું બધું કહી જાય છે. પ્રશ્ન એ છે કે ગાંજાવાલાની બાલાજી માર્કેટ પર રહેમ નજર છે તો તેની પાછળ શું કારણો છે? બાલાજી માર્કેટના બિલ્ડરો સાથે તેમની કોઈ ચોક્કસ સાંઠગાંઠ કે મેળાપીપણું છે? આવા અનેક પ્રશ્નો ગાંજાવાલાને લઈ થઈ રહ્યા છે.
મહત્વની બાબત એ છે કે બાલાજી માર્કેટની ઈમ્પેક્ટ ફીની ફાઈલ 1-8-2023થી રાજેશ ગાંજાવાલાના ટેબલ પર પેન્ડીંગ પડેલી છે. આ ફાઈલનો ઈમ્પેક્ટ ફીના ધારા ધોરણો પ્રમાણે ઉકેલ લાવવો મુશ્કેલ જ નહીં પણ નામૂમકીન હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનમાં બેરોકટોક અને બેફામ, મનસ્વી કારભારની સામે પહેલાંથી અનેક પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. મહાનગરાપાલિકાની લોબીમાં ચર્ચા થઈ રહી છે કે શું સેન્ટ્રલ ઝોનમાં બીપીએમસી એક્ટનાં નાં બદલે કાર્યપાલક ઈજનેર રાજેશ ગાંજાવાલાનો કાયદો ચાલે છે?
સેન્ટ્રલ ઝોનનાં ખાડે ગયેલા વહીવટને સુધારવા માટે પાલિકા કમિશર શાલિની અગ્રવાલે જીએએસ અધિકારી રાજેશ બી ભોગાયતાને ડેપ્યુટેશન પર લાવીને નિમ્યા છે. મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ અને સેન્ટ્રલ ઝોનના સર્વેસર્વા આરબી ભોગાયતાના હાથ રાજેશ ગાંજાવાલા સામે કાર્યવાહી કરવાને કેમ ધ્રુજી રહ્યા છે? ઝોનલ ચીફ અને જીએએસ અધિકારી ભોગાયતા પર કોઈક રીતે રાજકીય પ્રેશર છે કે કેમ? તેવા પ્રશ્નો પણ હવે થઈ રહ્યા છે.
COMMENTS