ઈરાકમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, ભીષણ આગમાં વર-કન્યા સહિત 100 લોકોના મોત

HomeInternationalWorld

ઈરાકમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, ભીષણ આગમાં વર-કન્યા સહિત 100 લોકોના મોત

ઈરાકના નિનેવેહ પ્રાંતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક લગ્ન સમારંભમાં લાગેલી ભીષણ આગમાં વર-કન્યા સહિત 100થી વધુ લોકો બળીને ખાખ થઈ ગયા છે. 50થી વ

“રાત્રે લિપસ્ટિક લગાવી, સવારે ક્યાં ગઈ?” પત્નીનાં હોઠ પરની લિપસ્ટિક ભૂંસાઈ તો પતિ ભડક્યો,પછી શું થયું?
નેપાળના ચુરિયામાઈ મંદિર પાસે બસ ગબડી જતા છ ભારતીયો સહિત સાતનાં મોત
માઈક્રોસોફટ ટેકના સપોર્ટ તરીકેની ઓળખ આપી અમેરિકન મહિલાનાં 3.37 કરોડની ઉચાપત

ઈરાકના નિનેવેહ પ્રાંતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક લગ્ન સમારંભમાં લાગેલી ભીષણ આગમાં વર-કન્યા સહિત 100થી વધુ લોકો બળીને ખાખ થઈ ગયા છે. 50થી વધુ લોકો દાઝી ગયા હોવાનું કહેવાય છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઈરાકી મીડિયા અનુસાર મૃત્યુઆંક વધુ વધી શકે છે.

113 લોકોએ જીવ ગુમાવ્યા

નિનેવેહના ડેપ્યુટી ગવર્નર હસન અલ-અલ્લાકે રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે અત્યાર સુધીમાં 113 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આગ મંગળવારે રાત્રે સ્થાનિક સમય મુજબ (19:45 GMT) લગભગ 10:45 વાગ્યે ફાટી નીકળી હતી.

આતશાબાજી દરમિયાન અકસ્માત થયો 

વાસ્તવમાં, નિનેવેહ પ્રાંતના હમદાનિયા જિલ્લામાં મંગળવારે એક લગ્ન સમારંભમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. આ સમય દરમિયાન અચાનક હોલમાં આગ લાગી, જે બિલ્ડિંગમાં ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તે અત્યંત જ્વલનશીલ સામગ્રીથી બનેલું હતું. થોડી જ વારમાં પરિસ્થિતિએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જે બાદ વર-કન્યા સહિત 113 લોકો દાઝી ગયા હતા અને લગભગ 150 લોકો ઘાયલ થયા હતા.

ઈવેન્ટ હોલમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા નહોતી

ઉલ્લેખનીય છે કે લગ્ન સમારોહમાં લગભગ 1000 મહેમાનો આવ્યા હતા. ઈવેન્ટ બિલ્ડિંગમાં ઈમરજન્સી એક્ઝિટ સહિત કોઈ “યોગ્ય સુરક્ષા પગલાં” નહોતા.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0