માઈક્રોસોફટ ટેકના સપોર્ટ તરીકેની ઓળખ આપી અમેરિકન મહિલાનાં 3.37 કરોડની ઉચાપત

HomeCountryInternational

માઈક્રોસોફટ ટેકના સપોર્ટ તરીકેની ઓળખ આપી અમેરિકન મહિલાનાં 3.37 કરોડની ઉચાપત

માઇક્રોસોફ્ટના ટેક્નિકલ સપોર્ટ તરીકેની ઓળખ આપી અમેરિકન નાગિરકના રિટાયરમેન્ટ ફંડમાંથી આશરે 400,000 ડોલર એટલે કે 3.37 કરોડ રુપિયાની ઉચાપત કરવા બદલ સીબી

14 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3, ચંદ્ર પર 23 અથવા 24 ઓગસ્ટે લેન્ડીંગની અપેક્ષા: ISRO
ભારે વરસાદના અસરગ્રસ્તોની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ નાગરિકોના પૂછ્યા ખબર-અંતર
‘નેહરુ મેમોરિયલ’નું નામ બદલાયું, હવે નામ છે ‘પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી’

માઇક્રોસોફ્ટના ટેક્નિકલ સપોર્ટ તરીકેની ઓળખ આપી અમેરિકન નાગિરકના રિટાયરમેન્ટ ફંડમાંથી આશરે 400,000 ડોલર એટલે કે 3.37 કરોડ રુપિયાની ઉચાપત કરવા બદલ સીબીઆઈએ પાંચની સામે કેસ દાખલ કર્યો છે.

સીબીઆઈએ કહ્યું કે ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ઇનપુટ્સના આધારે દિલ્હી સ્થિત પ્રફુલ્લ ગુપ્તા, સરિતા ગુપ્તા, કુણાલ અલ્માડી, ગૌરવ પાહવા અને કાનપુર સ્થિત ઋષભ દીક્ષિત વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.

એવો આરોપ છે કે અમેરિકન મહિલા લિસા રોથનું લેપટોપ હેક કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ સ્ક્રીન પર એક નંબર દ્વારા કોલ કરાયો હતો. માઇક્રોસોફ્ટ સાથે સંકળાયેલા હોવાનો ઢોંગ રચીને એક વ્યક્તિ દ્વારા લિસા રોથને એવું કહીને ગેરમાર્ગે દોરવામાં આવી હતી કે તેના રિટાયરમેન્ટ એકાઉન્ટમાંથી વાયર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે પ્રથમ પ્રયાસમાં Binance.com દ્વારા ટ્રાન્ઝેક્શન નકારવામાં આવ્યા પછી ફોન કરનારે ફરીથી રોથનો સંપર્ક કર્યો અને તેને સલાહ આપી કે OKCoin એકાઉન્ટ દ્વારા સલામત રીતે ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. રોથે કોલ કરનારાના કહ્યા મુજબ રુપિયા ટ્રાન્સફર કરી દીધા પણ જ્યારે તેણે પાછલા મહિને પોતાનું OKCoin એકાઉન્ટ જોયું તો તદ્દન ખાલી હતું અને રુપિયાનું બેલેન્સ દેખાયું ન હતું. લિસા રોથે આખરે સીબીઆઈને સમગ્ર છેતરપિંડી અંગે ફરિયાદઆપી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0