બંગાળ પંચાયત ચૂંટણી : TMCએ 14000 થી વધુ બેઠકો જીતી, 3344 બેઠકો સાથે ભાજપ બીજા સ્થાને

HomeCountry

બંગાળ પંચાયત ચૂંટણી : TMCએ 14000 થી વધુ બેઠકો જીતી, 3344 બેઠકો સાથે ભાજપ બીજા સ્થાને

પશ્ચિમ બંગાળમાં ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન 8 જુલાઈ શનિવારના રોજ યોજાયું હતું, જે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાંથી હિંસા અને મૃત્યુની ઘટના

ઓડિશાના બાલાસોરની ટ્રિપલ ટ્રેન દુર્ઘટના: ફરજમાં બેદરકારી બદલ રેલવેના સાત કર્મચારીઓ સસ્પેન્ડ
બ્રિટનમાં ભારતીય મૂળના વ્યક્તિનું હની ટ્રેપ કિલીંગ, પાંચ અંગ્રેજો દોષિત , સપ્ટેમ્બરમાં થશે સજાનું એલાન
રાજકોટ ભાજપમાં પત્રિકા કાંડ બાદ કવિતા કાંડ સર્જાયો, કાર્યકરે કવિતા મારફત ઠાલવ્યો અસંતોષ

પશ્ચિમ બંગાળમાં ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન 8 જુલાઈ શનિવારના રોજ યોજાયું હતું, જે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાંથી હિંસા અને મૃત્યુની ઘટનાઓ નોંધાઈ હતી. આ પછી, 10 જુલાઈ, સોમવારે 697 બૂથ પર પુન: મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. આજે 11મી જુલાઈને મંગળવારે સવારે આઠ વાગ્યાથી પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 5.67 કરોડ મતદારોએ 73,887 બેઠકો માટે મતદાન કર્યું. આ બેઠકો માટેના બે લાખથી વધુ ઉમેદવારોના ભાવિનો આજે નિર્ણય થશે.

મતગણતરી કેન્દ્રની બહાર ક્રૂડ બોમ્બ વિસ્ફોટ 

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. તે જ સમયે બંગાળના ડાયમંડ હાર્બરમાં ફકીરચંદ કોલેજની સામે બોમ્બ ફેંકવાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. અહીં મતગણતરી ચાલી રહી છે. બીજેપી નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે ગણતરીના દિવસે પણ ‘ડાયમંડ હાર્બર’માં હંગામો થાય છે. ટીએમસીના ગુંડાઓ મતગણતરી એજન્ટો અને ઉમેદવારોના કામમાં વિઘ્ન લાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે.

મતગણતરી પહેલા TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ

રાજ્ય પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ થાય તે પહેલા જ ટીએમસી અને બીજેપીના કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડાયા હતા. ગઈકાલે રાત્રે કૂચબિહારના દિનહાટા ખાતે મતગણતરી કેન્દ્રમાં જવાને લઈને ટીએમસી અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આરોપ છે કે TMC કાર્યકર્તાઓએ બીજેપી નેતા અજય રોય પર હુમલો કર્યો.

9013 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા 

રાજ્યની કુલ 73 હજાર 887 બેઠકો પર 9013 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જેમાં ટીએમસીના સૌથી વધુ 8 હજાર 874 ઉમેદવારો જીત્યા છે. ભાજપ પાસે 63, કોંગ્રેસના 40 અને સીપીએમના 36 ઉમેદવારો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0