પૂર્વીય ઈંગ્લેન્ડમાં ભારતીય મૂળના વ્યકિતની હનીટ્રેપ સાથે હત્યા મામલે અદાલતે એક ગેંગના ત્રણ યુવાનો અને બે મહિલા એમ પાંચ અંગ્રેજોને દોષિત જાહેર કર્યા છ
પૂર્વીય ઈંગ્લેન્ડમાં ભારતીય મૂળના વ્યકિતની હનીટ્રેપ સાથે હત્યા મામલે અદાલતે એક ગેંગના ત્રણ યુવાનો અને બે મહિલા એમ પાંચ અંગ્રેજોને દોષિત જાહેર કર્યા છે. ગત જાન્યુઆરી મહિનામાં ભારતીય મૂળના 44 વર્ષીય વિશાલ ગોયલ હર્ટશાયર નજીક આવેલા બૂશીના ફલેટમાં બેભાનાવસ્થામાં મળી આવ્યો હતો. બાદમાં તેને ઘટનાસ્થળે જ મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.પોસ્ટમોર્ટમ બાદ ખુલાસો થયો હતો કે વિશાલને માથામાં ગંભીર ઈજા થઈ હતી.
યુકે મીડિયા રિપોર્ટ મુજબ શુક્રવારે સેંટ એલ્બંસ ક્રાઉનની કોર્ટે જણાવાયું હતું કે ગોયલને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો કે તે મહિલા સાથે યૌન સંબંધ બાંધશે પણ ગેંગનો ઈરાદો તેના ઘરમાં લૂંટ ચલાવવાનો હતો. આના કારણે હની ટ્રેપની જાળમાં તેને ફસાવવામાં આવ્યો હતો.
બેડફોર્ડશાયર, કેમ્બ્રિજશાયર અને હર્ટફોર્ડશાયર(બીસીએચ)ના મેજર ક્રાઈમ યુનિટના અધિકારીઓએ હત્યાની તપાસ શરુ કરી હતી અને 6 લોકોની ધરપકડ કરી હતી.
હત્યાની તપાસ કરનારા ડિટેક્ટીવ ઈન્સપેક્ટર જસ્ટીન જેનકિંસે કહ્યું કે આ કઠિન સમયમાં વિશાલના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી સંપૂર્ણ સંવેદના છે અને તેમની પ્રાઈવસીને માન આપી છીએ.

હત્યા થઈ ત્યારે તે સમયે પાડોશીનું ધ્યાન ગયું હતું કે વિશાલના ઘરનો દરવાજો ખૂલ્લો છે, કિચનની લાઈટ પણ ચાલુ છે. વિશાલના મોઢા પર ટેપ બાંધી દેવામાં આવી હતી. હત્યારાઓ સાથે વિશાલનો કોન્ટેક્ટ ક્રેગ લિસ્ટ નામની વેબસાઈટના માધ્યમથી થયો હતો.
વિશાલની હત્યાના આરોપમાં 23 વર્ષીય ટેવિન લેસ્લીને દોષિત ઠેરવવામાં આવ્યો છે. લૂંટનું ષડયંત્ર રચ્યું હોવાના આરોપની તેણે કબૂલાત કરી હતી.
આ ઉપરાંત 22 વર્ષીય સકીન ગોર્ડનને પણ હત્યા અને લૂંટનું ષડયંત્ર રચવા અંગે દોષિત ઠેરવવામાં આવ્યો છે. 22 વર્ષીય યાર્લી જ્યોર્જિયા બ્રુસ અન્નાનને પ્રથમ લૂંટના ષડયંત્રની કબૂલાત અને બાદમાં હત્યા માટે દોષી ઠેરવાઈ છે. જ્યારે 22 બ્રેન્ડન બ્રાઉન અને 22 વર્ષીય ફેક હોપી એમ બન્નેને હત્યા માટે દોષિત ઠેરવાયા ન હતા પણ તેમને હત્યા અને લૂંટના ષડયંત્ર રચવામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
તમામ પાંચેય દોષિતોને 26 સપ્ટેમ્બરે સેંટ એલ્બંસ ક્રાઉન કોર્ટમાં સજા સંભળાવવામાં આવશે.
છઠ્ઠી સંદિગ્ધ આરોપી એવી 20 વર્ષીય દિયાના એડવર્ડ્સ હેનકોકને હત્યા અને લૂંટના ષડયંત્રમાં નિર્દોષ જાહેર કરવામાં આવી છે.


COMMENTS