જમ્મુ-કાશ્મીરમાં રવિવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની ગાડી રસ્તા પરથી ફંગોળાઈ અને ગાંદરબલ જિલ્લામાં સિંધ નાલામ
જમ્મુ-કાશ્મીરમાં રવિવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની ગાડી રસ્તા પરથી ફંગોળાઈ અને ગાંદરબલ જિલ્લામાં સિંધ નાલામાં પડી ગઈ. આ અકસ્માતમાં CRPFના 9 જવાન ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે સીઆરપીએફના જવાનો બાલતાલ થઈને અમરનાથ ગુફા મંદિર તરફ જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે ઘાયલ CRPF જવાનોને ગાડીમાંથી બહાર કાઢીને બાલતાલ બેઝ કેમ્પની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
નીલગ્રાડ હેલિપેડ પાસે આ અકસ્માત થયો હતો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે નીલગ્રાડ હેલિપેડ પાસે અકસ્માત થયો હતો જ્યારે રજીસ્ટ્રેશન નંબર HR36AB/3110 ધરાવતી ગાડી CRPF જવાનોને લઈને સિંધ નદીમાં પડી ગઈ હતી.
અમરનાથ યાત્રા પર જવાનો તૈનાત હતા
આ અકસ્માત નીલગ્રાડ વિસ્તારમાં હેલિપેડ પાસે થયો હતો. વાહનમાં સવાર તમામ લોકોને ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે બાલતાલ બેઝ કેમ્પની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સીઆરપીએફના જવાનો અમરનાથ યાત્રા પર તૈનાત હતા.
COMMENTS