કર્ણાટકમાં કાવેરી જળવિવાદના મુદ્દે બેંગલુરૃ બંધ, ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો

HomeCountry

કર્ણાટકમાં કાવેરી જળવિવાદના મુદ્દે બેંગલુરૃ બંધ, ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો

કર્ણાટકના કાવેરી જળવિવાદના મુદ્દે બંધનું એલાન અપાતા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કોંગ્રેસે આને ભાજપ-જેડીએસની રાજનીતિ ગણાવી આક્ષેપો કર્યા છે. કર્ણાટક

“અત્યંત સાવધાની રાખો”: વિદેશ મંત્રાલયે કેનેડામાં ભારતીયો માટે એડવાઈઝરી જારી કરી
ચંદ્રયાન 2 અને 3 પહેલા ઈસરોએ ઈરાદાપૂર્વક અવકાશયાનને ચંદ્ર પર ક્રેશ કર્યું, જાણો કેમ
સુરતની ડાયમંડ જ્યુબિલી બેન્કમાં ગોબાચારીનાં આક્ષેપો: સ્ટેટ રજિસ્ટ્રાર ઓફિસ દ્વારા તપાસનો ધમધમાટ, ડોક્યુમેન્ટ્સ કબ્જે લેવાયા

કર્ણાટકના કાવેરી જળવિવાદના મુદ્દે બંધનું એલાન અપાતા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કોંગ્રેસે આને ભાજપ-જેડીએસની રાજનીતિ ગણાવી આક્ષેપો કર્યા છે.

કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ચાલી રહેલા કાવેરી જળ વિવાદને કારણે આજે કેટલાક સંગઠનોએ બેંગલુરૃમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. બંધના પગલે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કેટલાક સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે જેના કારણે દેશની આઈટી રાજધાની બેંગલુરૃની ગતિ ધીમી પડી ગઈ છે, જો કે ટેક્સી ડ્રાઈવરો, હોટલ માલિકો સહિત ઘણાં સંગઠનોએ બંધના સમર્થનને પાછું ખેંચી લીધું છે, જ્યારે શાળા-કોલેજો બંધ રહેશે.

આજે બંધનું એલાન આપ્યું હોવાથી શહેરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ બીએમટીસી એ કહ્યું છે કે તેની બસો તમામ રૃટ પર સામાન્ય રીતે ચાલશે.

કર્ણાટકમાં એસોસિએટેડ મેનેજમેન્ટ ઓફ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ્સ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જે મુજબ બેંગલુરૃમાં આજે તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય બેંગલુરૃ શહેરના ડેપ્યુટી કમિશનરે બંધ હોવાના કારણે શાળા-કોલેજ રજાની જાહેરાત કરી હતી. કર્ણાટક જળ સંરક્ષણ સમિતિના અધ્યક્ષના જણાવ્યા અનુસાર આ બંધ ચાલુ રાખશે.

આ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્રાર મૈયા સહિતના કોંગ્રેસના નેતાઓએ ભાજપ અને જેડીએસ પર રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સિદ્ધાર મૈયાએ વધુમાં કહ્યું કે અમે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી અને રેગ્યુલેશન કમિટીના આદેશો વિરૃદ્ધ સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. કોર્ટે અમારી અને તમિલનાડુની દલીલો ફગાવી દીધી હતી. અમે આ વિરોધ પ્રદર્શનોને કંટ્રોલ નથી કરી રહ્યા, કારણ કે આ પ્રકારે વિરોધ વ્યક્ત કરવાનો તેઓનો અધિકાર છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0