નાના વેપારીઓને ઈ-કોમર્સ દ્વારા વેપાર કરવા માટે જીએસટી રજીસ્ટ્રેશનમાંથી મૂક્તિ

HomeCountryBusiness

નાના વેપારીઓને ઈ-કોમર્સ દ્વારા વેપાર કરવા માટે જીએસટી રજીસ્ટ્રેશનમાંથી મૂક્તિ

આગામી પહેલી ઓકટોબરથી નાના વેપારીઓને ઈ-કોમર્સ દ્વારા વેપાર માટે જીએસટી રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જીએસટી કાઉન્સિલ દ્વારા લેવાયેલા આ નિર્ણ

રાહુલ ગાંધીની ઝારખંડ હાઈકોર્ટમાં કરાયેલી ક્વોસીંગ પીટીશન રદ્દ
મિશન 2024: AAP બેંગલુરુમાં વિપક્ષની બીજી બેઠકમાં હાજરી આપશે, દિલ્હી વટહુકમ પર કોંગ્રેસનું સમર્થન મળ્યું
ઝારખંડના બોકારોમાં તાજિયા હાઈ ટેન્શન વાયરને અડી જતા ચારના મોત, 9ની હાલત ગંભીર

આગામી પહેલી ઓકટોબરથી નાના વેપારીઓને ઈ-કોમર્સ દ્વારા વેપાર માટે જીએસટી રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જીએસટી કાઉન્સિલ દ્વારા લેવાયેલા આ નિર્ણયના પગલે આગામી સમયમાં નાના વેપારીઓ પણ તેમના ઉત્પાદનો, સેવાઓ માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મનો વધુ સહારો લઈ શકશે. જીએસટી કાઉન્સિલ દ્વારા નાના વેપારીઓ માટે આ સુવિધા આપવામાં આવનાર છે ત્યારે નાના વેપારીઓની વ્યાખ્યામાં જે વેપારીઓનું ટર્ન ઓવર વાર્ષિક રૃા. ૪૦ લાખથી ઓછુું હોય તે જરૃરી છે. નાના વેપારીઓએ માત્ર તેમના પાનકાર્ડનું જીએસટી પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવીને એનરોલમેન્ટ નંબર મેળવવાનો રહેશે. આમ નાના વેપારીઓને જીએસટીના રજીસ્ટ્રેશનની જફામાંથી મુક્તિ આ નિર્ણયથી મળી છે.

કેન્દ્ર સરકારે આ માટે જીએસટી એકટ્ની કલમ ર૩(ર)માં સુધારો પણ કર્યો છે. જો કે કેટલીક શરતો લાદવામાં આવી છે. જેમાં માલ સપ્લાય એક જ રાજ્યમાં કરવાનો રહેશે. દરેક વ્યવહાર એનરોલમેન્ટ નંબરથી જ કરી શકાશે.

નાના વેપારીને પ્લેટફોર્મ પૂરૃ પાડનારે વેચાણની રકમમાંથી ટીસીએસ કરવાની જવાબદારી નિભાવવાની રહેશે. એક રાજ્યના એનરોલમેન્ટ નંબર ધરાવનાર વેપારી કોઈપણ રાજ્યમાં પોર્ટલ થકી વેચાણ કરી નહીં શકે. નાના વેપારીઓ માટે સરકારે જીએસટી રજીસ્ટ્રેશનની જફા વગર ઈ-કોમર્સ દ્વારા બિઝનેસ વધારવા માટે આ પગલું લીધું છે.

આગામી તહેવારોની સિઝનમાં દેશમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ થકી રૃા. ૯૦ હજાર કરોડનો બિઝનેસ થશે તેવો એક અહેવાલ છે. જે ગત વર્ષની તુલનાએ ચાર મહિનાના તહેવારોના વેપારમાં ૧૮ ટકાથી ર૦ ટકાની વૃદ્ધિનો અંદાજ છે. ૧૪૦ મિલિયન વેપારીઓ દ્વારા આ ઈ-કોમર્સનો બિઝનેસ થશે.

જો કે આ અંદાજ મોટા બિઝનેસ જૂથ સહિત તમામ પ્રકારના ઈ-કોમર્સ પ્લેટફોર્મના ઉપયોગ અંગે રજૂ થયો છે. દેશમાં ઈ-કોમર્સમાં પોષાક, પગરખાં, મોબાઈલ, ઈલેકટ્રોનિકસ ચીજ વસ્તુઓ, ગિફટ આર્ટિકલ્સ, કોસ્મેટિકસ, ઉપરાંત જીવન જરૃરી ચીજોની ખરીદી પણ વધી રહી છે.