મોટી સફળતા: સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બડગામમાંથી ચાર આતંકવાદીની કરી ધરપકડ

HomeCountry

મોટી સફળતા: સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બડગામમાંથી ચાર આતંકવાદીની કરી ધરપકડ

જમ્મૂ-કાશ્મીરનાં ફુલગામમાંથી પાંચ હાઈબ્રીડ આતંકીઓને ઝડપ્યા પછી આજે પણ સુરક્ષા બળોને જમ્મુ-કાશ્મીરમાં મોટી સફળતા મળી છે, અને ચાર આતંકીઓની ધરપકડ કરી લે

How amazing gadgets are making the world a better place
ચાલતી ટ્રેનમાં ફાયરિંગ, RPF જવાને ગોળીઓ ધરબી સિનિયર અધિકારી સહિત ત્રણની હત્યા કરી
મુસ્લિમ વર્લ્ડ લીગના વડા અલ ઈસાએ કરી ભારતની પ્રશંસા: બોલ્યા, ‘ભાઈચારા માટે ભારત છે ગ્રેટ મોડેલ’

જમ્મૂ-કાશ્મીરનાં ફુલગામમાંથી પાંચ હાઈબ્રીડ આતંકીઓને ઝડપ્યા પછી આજે પણ સુરક્ષા બળોને જમ્મુ-કાશ્મીરમાં મોટી સફળતા મળી છે, અને ચાર આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. મોડી રાતે બડગામમાં સુરક્ષા દળ દ્વારા આંતકવાદીને પકડવા માટે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બડગામ જિલ્લામાંથી સુરક્ષા દળે ૪ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર અહીંથી સેનાને મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આતંકવાદી દ્વારા કોઈ મોટા ષડ્યંત્રનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ગઈકાલે સેનાએ જમ્મુ-કાશ્મીરનું કુલગામમાં પણ મોટી સફળતા મેળવી હતી. સુરક્ષા દળોએ કુલગામ જિલ્લામાં બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ઉપરાંત સુરક્ષા દળોને બીજી એક મોટી સફળતા મળી હતી. તેમણે અહીંથી પાંચ ‘હાઈબ્રીડ’ આતંકવાદીઓની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી.

આ અંગે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અહીંથી ર પિસ્તોલ, ૩ હેન્ડ ગ્રેનેડ, ૧ યુબીજીએલ, બે પિસ્તોલ મેગેઝીન, ૧ર રાઉન્ડ પિસ્તોલ, ર૧ રાઉન્ડ એકે ૪૭ સહિત મોટી માત્રામાં હથિયારો અને દારૃગોળો મળી આવ્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0