રાહુલ ગાંધીની ઝારખંડ હાઈકોર્ટમાં કરાયેલી ક્વોસીંગ પીટીશન રદ્દ

HomeCountry

રાહુલ ગાંધીની ઝારખંડ હાઈકોર્ટમાં કરાયેલી ક્વોસીંગ પીટીશન રદ્દ

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કોઈ ખૂની કોંગ્રેસનો રાષ્ટ્રીય અધ્યક્ષ ન બની શકે તેવું નિવેદન કોંગ્રેસના અધિવેશમાં આપ્યું હતું. તે પછી અમિત શાહ વિરૃદ્ધની

લિકર પોલિસી કેસ: EDની મોટી કાર્યવાહી, સિસોદિયા સહિત તમામ આરોપીઓની 52.24 કરોડની સંપત્તિ જપ્ત
દેશમાં પેટ્રોલનો ભાવ માત્ર પંદર રૃપિયે લીટર થઈ શકે! : ગડકરીની નવી ફોર્મ્યુલા
ગુજરાતમાં આ નિયમો હેઠળ બે તબક્કામાં બોર્ડની પરીક્ષાઓ લેવાશે

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કોઈ ખૂની કોંગ્રેસનો રાષ્ટ્રીય અધ્યક્ષ ન બની શકે તેવું નિવેદન કોંગ્રેસના અધિવેશમાં આપ્યું હતું. તે પછી અમિત શાહ વિરૃદ્ધની આ ટિપ્પણી અંગે ઝારખંડના રાંચીમાં બે કેસ નોંધાયા હતા. તેનું સમન્સ ઈસ્યુ થયા પછી હાઈકોર્ટમાં રાહુલ ગાંધી દ્વારા ક્વોસીંગ પીટીશન કરાઈ હતી. તે રદ્દ કરવામાં આવી છે.

થોડા વર્ષ પહેલાં કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, એક ખૂની કોંગ્રેસનો રાષ્ટ્રીય અધ્યક્ષ ન બની શકે. આવું માત્ર ભારતીય જનતા પાર્ટીને જ થઈ શકે છે. આ નિવેદન સામે રાંચીની અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

દિલ્હીમાં કોંગ્રેસના યોજાયેલા અધિવેશમાં આ નિવેદન આપવામાં આવ્યા પછી રાંચી સહિત દેશભરમાં કેસ નોંધાયા પછી જેમાં ઝારખંડના રાંચી ઉપરાંત ચાઈબાશામાં બે કેસ નોંધાયા હતા. તે અંગે સમન્સ ઈસ્યુ થયા પછી રાહુલ ગાંધી વતી તેમના વકીલે ઝારખંડ હાઈકોર્ટમાં ક્વોસીંગ પીટીશન દાખલ કરવામાં આવી હતી. દેશના વર્તમાન ગૃહમંત્રી અને તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરૃદ્ધ આ ટિપ્પણી કરવા અંગે હાઈકોર્ટે રાહુલ ગાંધીની આ કેસમાંથી મુક્તિ આપવાની અરજી નકારી છે.

આમ, રાહુલ ગાંધી સામે  રાંચીની સિવિલ કોર્ટમાં નોંધાયેલા કેસની ટ્રાયલ ચાલુ રહેવા પામશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1