hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyusha

સ્પેનમાં ભડકે બળી રહેલી નાઈટ ક્લબમાં 13 ભૂંજાયાઃ અનેક ઘાયલ

HomeInternational

સ્પેનમાં ભડકે બળી રહેલી નાઈટ ક્લબમાં 13 ભૂંજાયાઃ અનેક ઘાયલ

સ્પેનની નાઈટ ક્લબમાં રવિવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ પર કાબૂ મેળવવા અને બચાવવાના પ્રયાસો કરવા

અતીક-અશરફ હત્યા કેસમાં પોલીસને ક્લિનચીટ, તપાસ પંચે કહ્યું,”કોઈ બેદરકારી થઈ નથી”
ભાજપને સચિન પાયલોટનો જવાબ, પિતા રાજેશ પાયલોટે મિઝોરમ નહીં પણ દુશ્મન દેશ પર ફેંક્યા હતા બોમ્બ
ઉત્તરાખંડમાં ફરી તબાહી: વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલન, હાઈવે અને રસ્તા ધોવાયા, આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી

સ્પેનની નાઈટ ક્લબમાં રવિવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ પર કાબૂ મેળવવા અને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કટોકટી સેવાઓએ એક્સ (અગાઉનું ટ્વિટર) પર જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડ અને અગ્નિશામકો ઘટના સ્થળે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે કહ્યું કે અહીં મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે.

કટોકટી સેવાઓ દ્વારા જાહેર કરાયેલા ફોટા અનુસાર ‘ટીયર’ નાઈટ ક્લબમાં આગ ફાટી નીકળી હતી. તેને ‘ફોન્ડા મિલાગ્રોસ’ કહેવામાં આવે છે.

બચાવ કાર્યકરોના જણાવ્યા અનુસાર તેઓને સ્થાનિક સમય મુજબ સવારે ૬ વાગ્યે પહેલા અહેવાલો મળ્યા કે બે માળની નાઈટ ક્લબમાં આગ લાગી હતી. અહીં પહોંચતા જ ૪ મૃતદેહો મળી આવ્યા હતાં. ૪૦ મિનિટ પછી બીજી બીજા બે મૃતદેહ મળી આવ્યા હતાં, અને પછી આંકડો વધતો રહ્યો હતો.

મર્સિયા ટાઉન હોલે આ માહિતી આપી છે કે મૃત્યુઆંક છ પર પહોંચી ગયો છે. હજુ પણ ઘણાં લોકો ગુમ હોવાના અહેવાલ છે. આગ લાગ્યા પછી બચાવકર્મીઓ તેમને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરની હદમાં આવેલા એટલાસમાં વહેલી સવારે લાગેલી આગ પછી માહિતીની રાહ જોવાઈ રહી છે. ક્લબની બહાર યુવાનોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો એકબીજાની ચેક કરી રહ્યા હતાં. એક બચી ગયેલા વ્યક્તિ, જેની ઓળખ થઈ નથી, તેણે કહ્યું કે, એલાર્મ બંધ થઈ ગયું અને બધી લાઈટો બંધ થઈ જતા લોકો બૂમો પાડવા લાગ્યા હતાં અને તેથી સ્પષ્ટ થઈ ગયું કે આગ લાગી છે.

મર્સિયા શહેરના મેયર જોસ બાલેસ્ટાએ ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આગમાં અન્ય કેટલાક લોકો પણ ઘાયલ થયા છે, તેમાં રર અને રપ વર્ષની મહિલાઓ પણ છે. ૪૦ વર્ષની વયના પુરુષો પણ હતાં. ધૂમાડાના કારણે બધાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમણે કહ્યું કે ૪૦ થી વધુ ફાયર ફાઈટર અને ૧ર ઈમરજન્સી વાહનો આગ બુજાવી રહ્યા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0