ISIS ના મોસ્ટ વોન્ટેડ સહિત ત્રણ આતંકીઓની દિલ્હીમાં કરાઈ ધરપકડ

HomeCountry

ISIS ના મોસ્ટ વોન્ટેડ સહિત ત્રણ આતંકીઓની દિલ્હીમાં કરાઈ ધરપકડ

ISISના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ શાહનવાઝ સહિત ત્રણ આતંકીઓની દિલ્હીમાં ધરપકડ કરાઈ હોવાના અહેવાલો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીમાં આત

બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી સમયે હિંસાઃ ટ્રેન સળગાવતા પાંચના મરણ
દેશના આ રાજ્યોમાં ખતમ થવા જઈ રહ્યા છે પેટ્રોલ અને ડીઝલ! ફિલિંગ સ્ટેશનો પર લાંબી લાઇનો
ભાઈ V/S બહેન: ભરુચ લોકસભામાં એક જ ઘરનાં બે દાવેદારો, કોંગ્રેસ માટે મોકાણ, મર્હૂમ અહેમદ પટેલનાં ઘરમાં ટંટો

ISISના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ શાહનવાઝ સહિત ત્રણ આતંકીઓની દિલ્હીમાં ધરપકડ કરાઈ હોવાના અહેવાલો છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીમાં આતંકવાદી નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે અને આઈએસઆઈએસ મોડ્યુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત ૩ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીની ઓળખ મોહમ્મદ શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામા તરીકે થઈ છે. શાહનવાઝની પૂછપરછ પછી પોલીસે વધુ કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. શાહનવાઝ પર ૩ લાખ રૃપિયાનું ઈનામ હતું. શાહનવાઝ અને અન્ય એક વ્યક્તિની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ત્રીજા શંકાસ્પદની દિલ્હી બહારથી ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, શાહનવાઝ દિલ્હીનો રહેવાસી છે. તે વ્યવસાયે એન્જિનિયર છે. આતંકવાદી શાહનવાઝ પૂણે પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો અને દિલહીમાં રહેતો હતો. હાલ આતંકીની પૂછપરછ કરવામાં આવી રહી છે. ખરેખર, એનઆઈએ એ આઈએસઆઈએસ પૂણે મોડ્યુલ કેસમાં ૭ લોકોની ધરપકડ કરી હતી. આ દરમિયાન ત્રણ આતંકીઓ ભાગીને દિલ્હીમાં છૂપાઈ ગયા હતાં. ત્રણ આતંકવાદીમાંથી એક શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાં છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આજે મોટી કાર્યવાહી કરતા ડાબેરી ઉગ્રવાદીઓને નિશાને લીધા હતાં. આ દરમિયાન અનેક સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માહિતી અનુસાર આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ૬૦ થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ ઢાંગરીમાં થયેલા આતંકી હુમલામાં એનઆઈએ એ પૂંછમાં ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતાં.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0