ગઈકાલથી દેશભરમાં બે ઘટનાઓ બહુચર્ચિત છે. એક ઘટના મધ્યપ્રદેશની છે, જ્યાં એક આદિવાસી યુવક પર કથિત રીતે નેતા ગણાતો શખ્સ સિગારેટ પીતાં પીતાં પેશાબ કરી રહ્
ગઈકાલથી દેશભરમાં બે ઘટનાઓ બહુચર્ચિત છે. એક ઘટના મધ્યપ્રદેશની છે, જ્યાં એક આદિવાસી યુવક પર કથિત રીતે નેતા ગણાતો શખ્સ સિગારેટ પીતાં પીતાં પેશાબ કરી રહ્યો હોવાનો વાયરલ વીડિયોની છે, જ્યારે બીજી ઘટના ગુજરાતમાં જાહેરમાં બાંધીને આરોપીઓને માર મારવા બદલ હાઈકોર્ટે પોલીસને આપેલી ફટકારની છે!
મધ્યપ્રદેશમાં આદિવાસી યુવાન પર પેશાક કરતો નેતો ભાજપનો કાર્યકર કે હોદ્દેદાર હોવાના આક્ષેપો પણ થયા છે અને તે આક્ષેપોને ફગાવાયા પણ છે, પરંતુ આ પ્રકારનું કૃત્ય થયું તે રાજ્યની ભાજપની સરકાર આ મુદ્દે બેકફૂટ પર તો આવી જ ગઈ હતી.
ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા માતરના ઉંધેલા ગામે થયેલા પથ્થરમારાના કેસમાં આરોપીઓને દોરડાથી થાંભલા સાથે બાંધીને માર માર્યાની ઘટના અંગે કન્ટેન્ટ ઓફ કોર્ટની અરજી થઈ હતી. તે અંગે પોલીસે એવો ખુલાસો કર્યો હતો કે, પોલીસે કાયદો-વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિને કાબૂમાં લેવાને પ્રાધાન્ય આપવાના હેતુથી જ યોગ્ય કાર્યવાહી કરી હતી. તે અંગે અદાલતે કહ્યું હતું કે, કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ કડક કદમ ઊઠાવી શકે, પરંતુ જાહેરમાં થાંભલા સાથે બાંધીને માર મારવાની છૂટ ક્યો કાયદો આપે છે, તે સ્પષ્ટ કરો. અદાલતે સુપ્રિમ કોર્ટે ડી.કે. બાસુના કેસ પછી આપેલી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન થયું હોવાનું જણાવી તંત્રનો જવાબ માંગ્યો અને શાસકોને માર્મિક ટકોર કરી, આ મુદ્દો ગુજરાતમાં ચર્ચામાં રહ્યો છે, અને તારણ એવું નીકળે છે કે, આ પ્રકારની કાર્યવાહી આરોપીઓ સાથે કરવાના આવી હોય, તો પણ તે અત્યાચાર જ ગણાય અને તેને હળવાસથી લઈ શકાય નહીં.
મધ્યપ્રદેશના સીધી પંથકના કરોંદી ગામમાં કોઈ આદિવસી યુવક પર એક નશામાં ધૂત શખ્સ સિગારેટ ફૂંકતો ફૂંકતો પેશાબ કરી રહ્યો હોય, તેવો વીડિયો વાયરલ થયા પછી ત્યાંની સરકાર અને ભાજપના નેતાઓ બેકફૂટ પર જણાયા હતાં. આ શખ્સ ભાજપના એક ધારાસભ્યનો પ્રતિનિધિ અને ભાજપનો હોદ્દેદાર હોવાના આક્ષેપો વિપક્ષી નેતાઓએ કર્યા હતાં, પરંતુ તે પછી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ શખ્સ પર કડકમાં કડક કાર્યવાહી કરવાની અને એનએસએ લગાવવાના નિર્દેશો આપ્યા હોવાની જાહેરાત થઈ હતી, તો જેનું નામ અપાયું હતું તે ભાજપના ધારાસભ્ય તરફથી પણ ચોખવટ કરાઈ હતી કે આ શખ્સ તેનો પ્રતિનિધિ નથી. ભાજપનો હોદ્દેદાર પણ નહીં હોવાની સ્પષ્ટતા પણ થઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં તો આ ધૃણાસ્પદ, શરમજનક અને આદિવાસી પર અત્યાચારનું દૃષ્ટાંત હોવાના ઉલ્લેખો સાથે કોંગ્રેસના નેતાઓએ ગંભીર આક્ષેપોનો મારો ચલાવી દીધો હતો.
COMMENTS