કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યાે છે કે દેશમાં ટૂંક સમયમાં પેટ્રોલની કિંમત ૧૫ રૃપિયા પ્રતિ લીટર થઈ જશે. આ પાછળ તેમણે તર્ક પણ આપ્યો હતો. આ ઉપર
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યાે છે કે દેશમાં ટૂંક સમયમાં પેટ્રોલની કિંમત ૧૫ રૃપિયા પ્રતિ લીટર થઈ જશે. આ પાછળ તેમણે તર્ક પણ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ઈચ્છે કે ખેડૂતો માત્ર અન્નદાતા નહીં પણ ઉર્જા આપનારા પણ બને.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજસ્થાનના પ્રતાપગઢમાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે, હવે તમામ વાહનો ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઈથેનોલ પર ચાલશે. આ સાથે તેણે કહ્યું કે જો સરેરાશ ૬૦ ટકા ઈથેનોલ અને ૪૦ ટકા વીજળી લેવામાં આવે તો ૧૫ રૃપિયા પ્રતિ લીટર પેટ્રોલ મળશે અને લોકોને તેનો ફાયદો થશે અને પ્રદૂષણ અને તેલની આયાત પણ ઘટશે. આ ઉપરાંત ગડકરીએ કહ્યું હતું કે, અમારી સરકારની માનસિકતા એ છે કે, ખેડૂતોને માત્ર અન્નદાતા જ નહીં પણ ઉર્જાદાતા પણ બને. ગડકરીએ વધુમાં કહ્યું કે દેશમાં ૧૬ લાખ કરોડના તેલની આયાત થાય છે. તેમનો દાવો છે કે આ પૈસા આવનારા સમયમાં ખેડૂતોના ઘરે જશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, ઓટો રિક્ષાથી લઈને કાર સુધીના વાહનો ઈથેનોલ પર ચાલશે અને ભારતની આયાત ઘટશે અને ખેડૂતો સમૃદ્ધ થશે.
આ કાર્યક્રમમાં કોંગ્રેસ પર નિશાન સાધતા ગડકરીએ કહ્યું કે, કોંગ્રેસ લગભગ ૬૦ વર્ષ સુધી ભારતમાં શાસન કર્યું અને ગરીબ હટાવોના નારા આપ્યા પરંતુ ગરીબોની ગરીબી દૂર થઈ નહીં પરંતુ કોંગ્રેસના લોકોએ પોતાની ગરીબી દૂર કરી હતી. આ કાર્યક્રમને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.પી. જોશી, પૂર્વ મંત્રી શ્રીચંદ ક્રિપલાની અને અન્ય નેતાઓએ પણ સંબોધિત કર્યા હતાં. અગાઉ અન્ય એક કાર્યક્રમમાં ગડકરીએ રૃપિયા પ હજાર કરોડથી વધુના મૂલ્યના ૧૧ હાઈવે પ્રોજેકટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો હતો. મુખ્યમંત્રી અશોક ગેહલોતે જયપુરમાં તેમના નિવાસસ્થાનથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિલાન્યાસ અને ઉદ્ધાટન કાર્યક્રમને પણ સંબોધિત કર્યો હતો.

નીતિન ગડકરીએ પોતાની કેટલીક યોજનાઓના ગુણગાન ગાયા હતા અને કેટલીક જાહેરાત કરી હતી. સૌથી મહત્વની વાત કહી કે સીપી જોશીએ ચિત્તોડગઢ કિલ્લા પર રોપ વે બનાવવાની વાત કરી છે, હું તેની મંજુરી આપું છું અને જલદી રોપ વેનું કામ શરૃ થશે. આગળ તેમણે કહ્યું કે સેન્ટ્રલ રોડ ફંડમાં આજે જ મે રાજસ્થાનને સાડા રર૦૦ કરોડ રૃપિયાના કામોની મંજુરી આપી છે. જ્યારે હું વોટર રિસોર્સિસ મિનિસ્ટર હતો ત્યારે રાજસ્થાન માટે ઘણાં મોટા કામ કરવાનો પ્રયાસ કર્યો જેમાં સૌથી મોટી ઈન્દિરા કેનાલ હતી, આ અમારી સરકારના ૯ વર્ષની સૌથી મોટી સિદ્ધિ છે.
યુવાઓને રોજગાર પર વાત કરતા ગડકરીએ કહ્યું કે, અમારા ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીનું ટર્નઓવર ૭.૫ લાખ કરોડ છે. સાડા ચાર કરોડ યુવાઓને નોકરી મળી છે. સરકારને સૌથી વધુ જીએસટી આપનારી ઈન્ડસ્ટ્રી છે. અમે નક્કી કર્ર્યુ છે કે આ ઈન્ડસ્ટ્રીને ૧૫ લાખ કરોડની બનાવીશું. જેમા સાડા ૪ કરોડ યુવાઓને નોકરી મળી છે.


COMMENTS