ગુજરાતમાં ધોરણ-૧ર સામાન્ય પ્રવાની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશેઃ શિક્ષણ બોર્ડની જાહેરાત

HomeGujaratEducation

ગુજરાતમાં ધોરણ-૧ર સામાન્ય પ્રવાની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશેઃ શિક્ષણ બોર્ડની જાહેરાત

ગુજરાત બોર્ડમાં ધોરણ ૧ર સાયન્સની પરીક્ષા બે વાર લેવાશે. પરીક્ષા પદ્ધતિ પણ નવી આવશે. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ-ર૦ર૩-ર૪ થી કરવામાં આવશે. કેન્દ્ર

અહમદિયા મુસ્લિમોને ‘કાફિર’ ન કહી શકાય, કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડને આપ્યો કડક સંદેશ
ગુજરાત સરકારના 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય અધિકારીઓ થશે ફરજિયાત નિવૃત્ત?
ધોરાજીમાં તાજીયા વીજ તારને અડી જતા 15 લોકોને કરંટ લાગ્યો, બે ના મોત

ગુજરાત બોર્ડમાં ધોરણ ૧ર સાયન્સની પરીક્ષા બે વાર લેવાશે. પરીક્ષા પદ્ધતિ પણ નવી આવશે. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ-ર૦ર૩-ર૪ થી કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાની જાહેરાત કરાયા પછી રાજય સરકારે પણ ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માટે મોટા ફેરફાર કર્યા છે અને જે મુજબ હવે ધો. ૧ર સાયન્સની બોર્ડ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે. માર્ચની બોર્ડ પરીક્ષા પછી જુલાઈમાં બે વિષયની પુરક પરીક્ષાને બદલે તમામ વિષયોની ૧ર સાયન્સ બોર્ડ પરીક્ષા થશે.

બન્ને પરીક્ષાઓમાંથી જે બેસ્ટ રિઝલ્ટ હશે તે ધ્યાને લેવાશે. જ્યારે ધો. ૧૦ ની પુરક પરીક્ષા બેને બદલે ત્રણ અને ધો. ૧ર સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા એકને બદલે બે વિષય માટે લેવાશે. ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃ પરીક્ષા જુન/જુલાઈ માસમાં યોજવા. ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા તે ઈચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે. બન્ને પરીક્ષામાંથી જે પરીક્ષાનું પરિણામ વધારે હશે (બેસ્ટ ઓફ ટુ) તે ગ્રામ્ય રાખવામાં આવશે.

ધો. ૧૦ માં હાલ અનઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે. ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં હાલ અનઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પુરક પરીક્ષા લેવાશે. ધો. ૧૦ અને ધો. ૧ર સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ ર૦ ટકા છે તેને બદલે ૩૦ ટકા અને વર્ણાનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ૮૦ ટકાને બદલે ૭૦ ટકા કરવામાં આવશે. એટલું જ નહીં વર્ણાનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં પ૦ ટકા એમસીક્યુ યથાવત રાખવા તેમજ પ૦ ટકા વર્ણાનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.

આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ-ર૦ર૩-ર૪ થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભમાં જરૃરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0