સુરત: મુખમૈથુન કરાવ્યાનો વીડિયો વાયરલ કરનાર આરોપીને પોક્સો કેસમાં નિર્દોષ જાહેર કરતી કોર્ટ, વકીલ વિમલ સુખડવાલાએ કરી હતી દલીલો

HomeGujarat

સુરત: મુખમૈથુન કરાવ્યાનો વીડિયો વાયરલ કરનાર આરોપીને પોક્સો કેસમાં નિર્દોષ જાહેર કરતી કોર્ટ, વકીલ વિમલ સુખડવાલાએ કરી હતી દલીલો

આજથી દસ વર્ષ પહેલાં સુરતનાં બેગમપુરા વિસ્તારમાં યુવતીનો મુખમૈથુન કરાવ્યાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાના પોક્સ એક્ટ હેઠળના કેસમાં સુરતની કોર્ટે આરોપીને

સાવધાન !! અમદાવાદમાં અકસ્માતના નામે લૂંટ કરવાની નવી તરકીબ, પોલીસ એક્શન મોડમાં
વિપક્ષનું રાવણું વધ્યું, બેંગલુરુની બેઠકમાં 24 પક્ષો ભાગ લેશે, નવા પક્ષો પર એક નજર
રશિયામાં પુતિનની સામે બળવો કરનારા વેગનર ચીફ પ્રિગોઝિનનું પ્લેન ક્રેશમાં મોત, પ્લેન ક્રેશ પહેલાં થયા બે વિસ્ફોટ

આજથી દસ વર્ષ પહેલાં સુરતનાં બેગમપુરા વિસ્તારમાં યુવતીનો મુખમૈથુન કરાવ્યાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાના પોક્સ એક્ટ હેઠળના કેસમાં સુરતની કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ કેસમાં આરોપીઓ તરફે જાણીતા વકીલ વિમલ સુખડવાલાએ કોર્ટમાં દલીલો કરી હતી.

બચાવ પક્ષે કોર્ટમાં દલીલો કરનાર વકીલ વિમલ સુખડવાલા

કેસની વિગત એવી છે કે ગુલામ હુસૈન દ્વારા કરવામાં આવેલી અરજીનાં અનુસંધાને મહિધરપુરા પોલીસ મથકના તે વખતનાં પીએસઆઈ જે.જી મોડ દ્વારા બેગમપુરામાં રહેતા સોહેલ ઉર્ફે અરમાન બિસ્મીલ શેખ અને અજ્જુ ઉર્ફે અલી ઐયુબ શેખ વિરુદ્વ પીડિતા સાથેના મુખમૈથુન કરવાનો અશ્લીલ વીડિયો વાયરલ કર્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદી બનીને બન્ને આરોપીઓ વિરુદ્વ પોક્સ એકટ અને સાયબર એક્ટ તથા આઈપીસીની કલમ-354 હેઠળ કેસ દાખલ કર્યો હતો. 17-102013ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ અંગે સ્પેશિયલ જજ પોક્સો કોર્ટ અને 10મા એડિશનલ સેશન્સ જજ હિતેશ પંચાલ કોર્ટમાં કેસની સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન આરોપીઓ તરફે વકીલ વિમલ સુખડવાલા અને ફોરમ સુખડવાલાએ ધારદાર દલીલો કરી હતી. આરોપીઓના બચાવમાં વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે બન્ને આરોપીઓને નિર્દોષ જાહેર કરવાનો હુકમ કર્યો હતો. ફરિયદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો.  

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0