મુંબઇમાંથી એકપણ હીરા ઉદ્યોગ સુરત ગયો નથી: ફડણવીસનો વિધાનસભામાં વિરોધીઓને જવાબ

HomeGujaratBusiness

મુંબઇમાંથી એકપણ હીરા ઉદ્યોગ સુરત ગયો નથી: ફડણવીસનો વિધાનસભામાં વિરોધીઓને જવાબ

સુરતનો હીરા બજાર શિવાજી મહારાજના સમયથી છે. સુરતનું ડાયમંડ બુર્સનું કામ 2013માં શરુ થયુ હતું. આ ઇમારતનું હાલમાં જ ઉદઘાટન થયું છે. સુરતમાં હીરાનું નિર્

મારુતિ ગુજરાતના પ્લાન્ટમાં 100 ટકા હિસ્સા માટે સુઝુકીને 12,841 કરોડના શેર ઇશ્યૂ કરશે
વાયબ્રન્ટ ગુજરાત:’ગ્લોબલ ટ્રેડ શો’માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો દબદબો, પીએમ મોદીએ શેર કર્યા જોરદાર ફોટો
Why the world would end without financial reports

સુરતનો હીરા બજાર શિવાજી મહારાજના સમયથી છે. સુરતનું ડાયમંડ બુર્સનું કામ 2013માં શરુ થયુ હતું. આ ઇમારતનું હાલમાં જ ઉદઘાટન થયું છે. સુરતમાં હીરાનું નિર્માણ થાય છે અને આપણે ત્યાં નિર્માણ અને નિકાસ બંને થાય છે. મુબંઇ હીરાની નિકાસનું હબ છે.

સુરતમાં ભલે નવું બુર્સ શરુ કરાયું હોય પણ મુંબઇમાંથી એક પણ હીરા ઉદ્યોગ સુરત ગયો નથી. આવો દાવો નાયબ મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં કર્યો છે.

મુંબઇનો હીરા બજાર ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યો છે એવો આક્ષેપ વિરોધીઓએ કર્યો હતો. જેના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે મુંબઇના હીરાના વેપારીઓનું આજે પણ મહત્વ કાયમ છે એમ જણાવ્યું હતું. ભારત બુર્સ તથા હીરાના અન્ય વેપારીઓએ પોતે સુરત નહીં જાય એમ કહ્યું છે. ઉલ્ટાનું મુંબઇનો હીરા ઉદ્યોગ વિકસી રહ્યો છે એમ તેમણે કહ્યું હતું.

મહિલાન અને છોકરીઓની સુરક્ષાના મુદ્દે વાત કરતાં ફડણવીસે જણાવ્યું હતું કે, મહિલા અને છોકરીઓની સુરક્ષાના મુદ્દે મહારાષ્ટ્ર અન્ય રાજ્યોની સરખામણીમાં સુરક્ષિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 2020માં 3 લાખ 94 હજાર 17 ગુના નોંધાયા હતાં. 2022માં તેમાં ઘટાડો નોંધાયો છે. 2022માં આ ગુના ઘટીને 3 લાખ 74 હજાર 38 જેટલાં હતાં. દિલ્હી અને મુંબઇની સરખામણી કરીએ તો દિલ્હીમાં રાતે 12 વાગે મહિલાઓ સુરક્ષિંત રીતે બહાર ફરી શકતી નથી. જોકે મુંબઇમાં મહિલાઓ સુરક્ષિત મોડી રાતે પણ બહાર ફરી શકે છે. એમ ફડણવીસે જણાવ્યું હતું.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1