ગયા મહિને ઓડિશામાં બનેલી ગમખ્વાર ટ્રિપલ ટ્રેન દુર્ઘટનામાં ફરજમાં બેદરકારીના આરોપસર સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ કર્મચારીઓ સહિત સાત રેલવે કર્મચારી
ગયા મહિને ઓડિશામાં બનેલી ગમખ્વાર ટ્રિપલ ટ્રેન દુર્ઘટનામાં ફરજમાં બેદરકારીના આરોપસર સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ કર્મચારીઓ સહિત સાત રેલવે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બીજી જૂનના રોજ બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર રેલ્વે સ્ટેશન પાસે ટ્રિપલ ટ્રેનની ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 293 લોકો માર્યા ગયા હતા અને 1,200 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
સાઉથ ઈસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર અનિલ કુમાર મિશ્રાએ પત્રકારોને જણાવ્યું કે, જો અધિકારીઓ સતર્ક રહ્યા હોત તો અકસ્માત ટાળી શકાયો હોત.
ઘટના સ્થળની મુલાકાત બાદ અનિલ કુમાર મિશ્રાએ પત્રકારેને કહ્યું કે સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા કર્મીઓ સહિત સાત કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, કાયદા અનુસાર, 24 કલાક સુધી ધરપકડ કરાયેલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે છે.

અગાઉ સીબીઆઈએ સિનિયર સેક્શન એન્જિનિયર (સિગ્નલ) અરુણ કુમાર મહંતા, સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારની ધરપકડ કરી હતી.
બુધવારથી સીબીઆઈ દ્વારા તમામને વધુ ચાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. મંગળવારે પાંચ દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ ત્રણેય કર્મચારીઓને CBI નિયુક્ત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
હાવડા જતી કોરોમંડલ એક્સપ્રેસ બીજી જૂને માલગાડી સાથે અથડાઈ હતી અને તેના મોટાભાગના કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા તે જ સમયે પસાર થઈ રહેલી બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના કોચ ખડી પડ્યા હતા અને મોટી માનવખુવારી થઈ હતી.


COMMENTS