દક્ષિણ કોરિયામાં ભારે વરસાદના કારણે પુર અને ભૂસ્ખલન થવાના કારણે રોડ ટનલમાંથી રેસક્યુ ટીમે સાત મૃતદેહોને બહાર કાઢ્યા હતા.અંદાજે પંદર ગાડીઓ કાદવિયા ટનલ
દક્ષિણ કોરિયામાં ભારે વરસાદના કારણે પુર અને ભૂસ્ખલન થવાના કારણે રોડ ટનલમાંથી રેસક્યુ ટીમે સાત મૃતદેહોને બહાર કાઢ્યા હતા.અંદાજે પંદર ગાડીઓ કાદવિયા ટનલમાં ફસાઈ ગઈ હતી. અચાનક ત્રાટકેલા વરસાદના કારણે દ.કોરિયામાં પુર સાથે ભૂસ્ખલન થયું છે અને સમગ્ર દેશમાં અનેક ઘરો તબાહ થયા છે.
અધિકારીઓએ રવિવારે કહ્યું કે પુર અને ભૂસ્ખલનનાં કારણે કોરિયામાં ઓછામાં ઓછા 33 લોકોનાં મોત થયા છે અને હજારો લોકોને ઘર છોડવા પડ્યા છે.
પુર એટલું પ્રચંડ હતું કે આખીય ટનલમાં માત્ર બે થી ત્રણ મિનિટમાં જ પાણી ભરાઈ ગયું હતું. રેસ્કયુ ટીમો દ્વારા લોકોને જીવિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તથા બચાવકાર્યમાં રબરની બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
એસઈઓએ મીડિયાને જણાવ્યું હતું કે ટનલમાંથી નવ લોકોને બચાવી લેવાયા છે. પરિવારો અને અન્ય લોકો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે 11 લોકો લાપતા છે. પરંતુ ગાડીમાં ફસાયેલા લોકોની ચોક્કસ સંખ્યા હાલ સ્પષ્ટ થઈ શકી નથી.
દક્ષિણ કોરિયામાં 9 જુલાઈથી ભારે વરસાદ પડી રહ્યો છે. આંતરિક અને સુરક્ષા મંત્રાલયે કહ્યું છે કે વરસાદના કારણે 6100 કરતાં પણ વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પાછલા કેટલાય દિવસોથી 27,260 ઘરોમાં વીજળી નથી. પુરના કારણે અનેક ઘરો તારાજ થઈ ગયા છે. ઓછામાં ઓછા 22 લોકો હાલ સારવાર હેઠળ છે.
યુરોપની યાત્રાએ પહોંચેલા રાષ્ટ્રપતિ યૂન સૂક યેઓલએ શનિવારે યુક્રેનની મુલાકાત બાદ ટ્રેન દ્વારા પોલેન્ડની યાત્રા દરમિયાન ઈમરજન્સી મીટીંગ કરી હતી અને ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ, મૃત્યુઆંક અને નુકશાનની સમીક્ષા કરી હતી.
COMMENTS