એટ્રોસિટી કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કરતી સુરતની કોર્ટ,વિદ્વાન વકીલ સિદ્વાર્થ મોદીએ કરી હતી દલીલો

HomeGujarat

એટ્રોસિટી કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કરતી સુરતની કોર્ટ,વિદ્વાન વકીલ સિદ્વાર્થ મોદીએ કરી હતી દલીલો

કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટી એક્ટના ગુનામાં પકડાયેલા આરોપીઓને છોડી મૂકવાનો હુકમ સુરતની એટ્રોસિટી કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ

ગુજરાતમાં ધોરણ-૧ર સામાન્ય પ્રવાની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશેઃ શિક્ષણ બોર્ડની જાહેરાત
સુરત: ગેરકાયદે કતલખાના પર સલાબતપુરા પીઆઈ રબારીનો સપાટો, 6 જગ્યાએ દરોડા, 5ની ધરપકડ
સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને જામીન આપ્યા, ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાને રદ્દ કર્યો

કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટી એક્ટના ગુનામાં પકડાયેલા આરોપીઓને છોડી મૂકવાનો હુકમ સુરતની એટ્રોસિટી કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ કેસમાં કોર્ટ દ્વારા ડોક્ટરની ઉલટ તપાસનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ડોક્ટરોની ફલટ તપાસ દરમિયાન દર્દી સભાન અવસ્થામાં હતો.ડોક્ટરની હિસ્ટ્રીમાં ઈજા કોણે કરી હતી તે લોકોનાં નામો જણાવવામાં આવ્યા હતા અને જે ઈજા હતી તે જાતે પણ થઈ શકે તેવા પ્રક્રાની હતી.

સમગ્ર સુનાવણી દરમિયાન આરોપીઓનાં બચાવપક્ષે વિદ્વાન ધારાશાસ્ત્રી સિદ્વાર્થ મોદી અને વકીલ વિમ્મી કે. પટેલ દ્વારા કોર્ટમાં ધારાદાર દલીલો કરવામાં આવી હતી. મુદ્દાસર અને ધારદાર તથા કાયદાની જોગાઈઓને ટાંકીને કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈને કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં મદનસિહ મોતીસિંહ દેવડા, રાજેન્દ્રસિંહ મદનસિંહ દેવડા, પ્રકાશ રુપારામ જોગી અને અર્જુન ઓટારામ હીરાગર વિરુદ્વ કતારગામ પોલીસ સ્ટેશનમાં ઈપીકોલમ 323, 504,506(2), 114 તથા જીપી એક્ટની કલમ 135 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(R)(S) અને3(2)(5) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ન્યાયિક કાર્યવાહી દરમિયામ એડિશનલ સેશન્સ જજ તથા સ્પેશિયલ એટ્રોસિટી જજ એન.એફ.ખત્રીની કોર્ટ સુનાવણી કરવામાં આવી હતી. તમામ સુનાવણી દરમિયાન દલીલોને ધ્યાને લઈ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો..

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0