મંજુરી વિના હેતુફેર કરી નિયમોને અભરાઈએ ચઢાવી માર્કેટ તરીકે ઉપયોગ, ઈમરજન્સી સુવિધાનાં અભાવના કારણે ક્યારે સીલ મરાશે.........? ક્યારે થશે કાર્યવાહી?
મંજુરી વિના હેતુફેર કરી નિયમોને અભરાઈએ ચઢાવી માર્કેટ તરીકે ઉપયોગ, ઈમરજન્સી સુવિધાનાં અભાવના કારણે ક્યારે સીલ મરાશે………? ક્યારે થશે કાર્યવાહી?
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલી અને બાલાજી માર્કેટ તરીકે માર્કેટ હવે સ્થાનિક લોકો અને ગ્રાહકો માટે મોટો ખતરો બની ગઈ છે. BUC અને ફાયર સેફ્ટી વિના ધમધમી રહેલી બાલાજી માર્કેટ સામે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને ફરિયાદ કરવામાં આવી છે.
અરજદારે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા વોર્ડ નં,4,નોંધ નં,2149,થી 2158,સુધી તથા 2190 જમીન બાલાજી માર્કેટ તરીકે ઓળખાય છે. આ માર્કેટમાં સુરત મહાનગરપાલિકાની પરવાનગી વિના હેતુફેર કરી BUC ફાયર સેફ્ટી વિના ગેરકાયદેસર વપરાશ શરૂ કરવામાં આવ્યો છે. માર્કેટનો અવર જવરનો રસ્તો પણ એકજ હોવાથી આગ જેવી કોઈ મોટી ધટના બનશે તો નિર્દોષ લોકોએ પોતાની જાન ગુમાવવી પડે તેમ હોય તાત્કાલિક સીલ મારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
અરજદારની ફરિયાદ મુજબ બાલાજી માર્કેટનું બાંધકામ કરનાર બિલ્ડર તરફથી ફાયર સેફ્ટીની કોઈ ફેસિલિટી પુરી પાડવામાં આવી નથી હાલમાં જ ગુજરાતનાં રાજકોટમાં આગ જેવી મોટી ગોઝારી ઘટના બની હતી અને એમાં માસુમ બાળકો સહિત 28 લોકોએ પોતાની જાન ગુમાવી હતી આ માર્કેટમાં ન કરે નારાયણ અને કોઈ મોટો અનિચ્છનીય બનાવ બને તો લોકોના જાન માલને નુકશાન થવાની આશંકા નકારી શકાતી નથી.
અરજદારના જણાવ્યા પ્રમાણે બાલાજી માર્કેટને રેસિડન્સની પરમીશન આપવામાં આવી છે પણ માર્કેટ ચણીને કોમર્શિયલી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી રીતે હેતુફેર કરીને માર્કેટ શરુ કરીને બિલ્ડરને લોકોના જાન માલ સાથે રમત રમવાનો એક રીતે પરવાનો આપી દેવામાં આવ્યો છે કે કેમ તેવો પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે.
સુરત મહાનગરપાલિકા બાલાજી માર્કેટના ડોક્યુમેન્ટની તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરે તે માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. લોકોના જાનમાલ માટે જોખમી રુપ બનેલી બાલાજી માર્કેટ ઈમરજન્સી સુવિધાઓનાં અભાવે ક્યારે સીલ મારવામાં આવે છે તે માટે વહીવટી તંત્રની સક્રીયતાની રાહ જોવાની રહે છે.



COMMENTS