ગુજરાતના યુવાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે જેમાં એએમએના તબીબોએ રિસર્ચની માંગ કરી છે. પહેલીવાર નવરાત્રિમાં હાર્ટએટેકથી ૩૬ લોકોના મોત થયા
ગુજરાતના યુવાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે જેમાં એએમએના તબીબોએ રિસર્ચની માંગ કરી છે. પહેલીવાર નવરાત્રિમાં હાર્ટએટેકથી ૩૬ લોકોના મોત થયા છે. તેમજ સીવીયર એટેક ઘાતક હોવાથી તબીબોની રિસર્ચની માંગ છે. સતત વધેલા હાર્ટએટેકના કેસને લઈને તબીબોમાં ચિંતા છે. સૌરાષ્ટ્રમાં ૯ દિવસમાં ૧૬, દ.ગુજરાતમાં ૧પ ના મોત થયા છ. અન્યત્ર બે તેમજ અમદાવાદમાં ૩ લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. ગરબા રમતી વખતે કામ કરતી વખતે એટેક આવ્યા છે. સારવારનો સમય ન મળે એટલી ઝડપી સીવીયર એટેક આવી રહ્યા છે. નવરાત્રિમાં સાંજે ૬ થી રાતના ર સુધી હૃદયરોગના ૭૬૬ કેસ સામે આવ્યા છે.
અહેવાલો મુજબ ૯ દિવસમાં ૮ કલાકના અરસામાં સરેરાશ ૮પ ઈમરજન્સી કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં ૯ દિવસ રોજના સરેરાસ રર કોલ્સ ૧૦૮ને મળ્યા છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા નોરતે સૌથી વધુ ૩ર કાર્ડિયાક ઈમરજન્સીના કેસ આવ્યા છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા નોરતે હૃદયરોગ સંબંધિત ૯૩ કોલ્સ ૧૦૮ ને મળ્યા છે.
એકંદરે ગુજરાતતમાં રોજના આ આઠ કલાકના અરસામાં સરેરાશ ૮પ કોલ્સ આવ્યા છે. જે સામાન્ય રોજિંદા સમયના ૮૮ કોલ્સની સામે ર.૮૧ ટકા જેટલો મામૂલો ઘટાડો છે. નવરાત્રિમાં અમદાવાદ શહેરમાં રોજના રર કાર્ડિયાક સંબંધિત ઈમરજન્સી કોલ્સ આવ્યા છે. કાર્ડિયાક ઉપરાંત વાહન અકસ્માત, ચક્કર ખાઈને પડી જવું સહિતના નવ દિવસમાં રોજના સરેરાશ ૪૧૬૧ કોલ્સ આઠ કલાકના અરસામાં નોંધાયા છે.
હાઈપરટેન્શનનો મતલબ થાય છે કે બ્લડ વેસલ્સ પર વધુ દબાણ, જો આને સમય રહેતાં કંટ્રોલ ન કરવામાં આવે તો આ વધતાં પ્રેશરને કારણે બ્લડ વેસલ્સ પાતળા થઈ જાય છે. આનાથી કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે. જેના કારણે દિલની બીમારીઓનો ખતરો રહે છે. જેથી આ કારણે હાર્ટએટેક અને હાર્ટ ફેલ થવાનો ડર રહે છે. સુધી શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો છે.
COMMENTS