હરિયાણાના નૂહ અને આસપાસના વિસ્તારોમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક અથડામણના અઠવાડિયા પછી ત્રણ જિલ્લાઓમાં 50 થી વધુ પંચાયતોએ મુસ્લિમ વેપારીઓના પ્રવેશ પર પ
હરિયાણાના નૂહ અને આસપાસના વિસ્તારોમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક અથડામણના અઠવાડિયા પછી ત્રણ જિલ્લાઓમાં 50 થી વધુ પંચાયતોએ મુસ્લિમ વેપારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પત્રો બહાર પાડ્યા છે.
રેવાડી, મહેન્દ્રગઢ અને ઝજ્જર જિલ્લાની 50 પંચાયતોમાં જે પત્રો મોકલવામાં આવી રહ્યા છે તેમાં સમાન લખાણ છે. સરપંચો દ્વારા સહી કરાયેલા પત્રોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગામડાઓમાં રહેતા મુસ્લિમોએ પોલીસને તેમના દસ્તાવેજો જમા કરાવવાની જરૂર છે.
નારનૌલ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) એ બ્લોક ઓફિસોને તમામ પંચાયતોને કારણદર્શક નોટિસ આપવા જણાવ્યું છે.
હિસારમાં પંચાયતના કેટલાક સભ્યોએ કહ્યું કે તમામ દુકાનોમાંથી મુસ્લિમ કર્મચારીઓને કાઢી મૂકવા માટે બે દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અથવા તમામ લોકો મુસ્લિમોનું બહિષ્કાર કરશે.
COMMENTS