બેંગલુરુમાં વિપક્ષી દળોની ચાલી રહેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તેમના જૂથનું નામ INDIA રહેશે. કોંગ્રેસના નેતૃત્વમાં આ વિપક્ષી જૂથ અગાઉ યુ
બેંગલુરુમાં વિપક્ષી દળોની ચાલી રહેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તેમના જૂથનું નામ INDIA રહેશે. કોંગ્રેસના નેતૃત્વમાં આ વિપક્ષી જૂથ અગાઉ યુપીએ તરીકે ઓળખાતું હતું. હવે આ તમામ વિપક્ષી પાર્ટીઓ INDIA ગઠબંધનનો ભાગ બનશે. આ INDIAનું પૂર્ણ નામ ‘ભારતીય રાષ્ટ્રીય લોકશાહી સર્વસમાવેશી જોડાણ’ છે.
મલ્લિકાર્જુન ખડગે એકજૂથ થવા અંગે ખુશી વ્યક્ત કરી
બેંગલુરુમાં ચાલી રહેલી આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, મને ખુશી છે કે 26 પાર્ટીઓ એકજૂથ થઈને કામ કરવા માટે હાજર છે. અત્યારે આપણા બધાની સાથે મળીને 11 રાજ્યોમાં સરકાર છે. એકલા ભાજપને 303 બેઠકો મળી નથી. તેઓએ તેના સાથીઓના મતોનો ઉપયોગ કર્યો અને સત્તામાં આવી અને પછી તેમને હાંકી કાઢ્યા.
કોંગ્રેસ પાર્ટીને સત્તા કે વડાપ્રધાન પદમાં રસ નથી: મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમની પાર્ટીને સત્તા કે વડાપ્રધાન પદમાં રસ નથી. ભાજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે સત્તાધારી પક્ષના પ્રમુખ અને પક્ષના નેતાઓ જૂના સાથીઓ સાથે સમાધાન કરવા માટે રાજ્ય-રાજ્યમાં દોડી રહ્યા છે.
COMMENTS