અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે સોમવારે બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવને તેમની એક કથિત ટિપ્પણી પર દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસમાં સમન્સ જા
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે સોમવારે બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવને તેમની એક કથિત ટિપ્પણી પર દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યું છે.
તેજસ્વી યાદવે કથિત રીતે કહ્યું હતું કે “ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે”. એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી જે પરમારની કોર્ટે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના વરિષ્ઠ નેતા યાદવને તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ દાખલ કરવામાં આવેલા કેસમાં 22 સપ્ટેમ્બરે હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે.
કોર્ટે અમદાવાદના સામાજિક કાર્યકર અને વેપારી હરેશ મહેતા (69)ની ફરિયાદના આધારે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 હેઠળ યાદવ સામે તપાસ હાથ ધરી હતી અને RJD નેતાને સમન્સ આપવા માટે પૂરતા કારણો મળ્યા હતા. મહેતાએ આ વર્ષે 21 માર્ચે બિહારની રાજધાની પટનામાં મીડિયાને આપેલા યાદવના નિવેદનના પુરાવા સાથે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
COMMENTS