સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એક પછી એક ઝળહળતી સફળતા મળી રહી છે. ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફની જહેમત રંંગ લાવી રહી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનના અ.હે.કો
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એક પછી એક ઝળહળતી સફળતા મળી રહી છે. ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફની જહેમત રંંગ લાવી રહી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનના અ.હે.કો ભૂપેન્દ્ર નાનુભાઈએ પોલીસ સ્ટેશનનું ગૌરવ વધાર્યું છે અને સ્ટાર કોપ બન્યા છે.
સ્ટાર કોપ ભૂપેન્દ્ર નાનુભાઈની કમાગીરી
રાત્રીના સમયે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડી 11.730નો મુદ્દામાલ રિકવર કર્યો
ગૌ માંસનું વેચાણ કરવાના ગુનામાં વોન્ટેડ આરોપીને બાતમીનાં આધારે ઝડપી પાડ્યો હતો.
ઓટો રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર ટોળકીના રિઢા ચોરને પકડી પાડ્યો હતો.
ગોડાદરા પોલીસ સ્ટેશમાં થયેલી લૂંટના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો હતો.
પેસેન્જરની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરતી ટોળકીને ઝડપીને વણશોધાયેલા મોબાઈલ ફોનની ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો.
દર મહિને સફળ કામગીરી કરનારની તસવીર પોલીસ મથકની બહાર બોર્ડ પર લગાડવાની પ્રથાને કારણે સલાબતપુરા પોલીસની કાર્યપદ્ધતિ તેમજ કાર્યશૈલીમાં વધારો થયો છે.
પોલીસની કામગીરીને અસરકારક બનાવવા માટે ઉપરોક્ત પ્રયોગ અત્યંત સફળ રહ્યો છે. પોલીસની ટીમમાં હેલ્થી પ્રતિસ્પર્ધા વધી હોવાથી દરેક કર્મચારી પોતાને બેસ્ટ સાબિત કરવા સતત પ્રયત્નશીલ રહે છે અને અથાગ પ્રયત્ન કરી રહ્યો છે જેને કારણે સલાબતપુરા પોલીસ મથકની કામગીરીનો ગ્રાફ પણ ઉંચે ગયો છે.
આ પ્રકારની પ્રશંસનીય કામગીરીને એલર્ટ ન્યૂઝ મેગેઝિન તેમજ વેબપોર્ટલ સહ્રદય આવકારે છે અને ટીમને અભિનંદન પાઠવે છે.




COMMENTS